અયોધ્યાથી આજે શરૂ થશે ‘રામ રાજ્ય રથયાત્રા’, 41 દિવસમાં 6 રાજ્યમાં ફરશે

0 44

આજે મહાશિવરાત્રીના પાવન પર્વ પર અયોધ્યાની ધરતી થી રામેશ્વર સુધીની રામરાજ્ય રથયાત્રાનો પ્રારંભ થઇ રહ્યો છે. આ રામરાજ્ય રથયાત્રા 41 દિવસમાં 6 રાજ્યોમાં ફરીને 24 માર્ચના રોજ રામનવમીના દિવસે રામેશ્વર પહોંચશે. આ રથ યાત્રાનો પ્રારંભ 199માં જગદ્દગુરૂ સ્વામી સત્યાનંદ સરસ્વતીજીએ કર્યો હતો. સ્વામી સત્યાનંદ રામદાસ મિશન સોસાયટીના સંસ્થાપક પણ હતા.

એક વાર ફરી રામ મંદિર મુદ્દો રાજકીય અને ધાર્મિક રીતે ચર્ચાનો વિષય બન્યો છે. રામ મંદિર બાબરી મસ્જીદ મામલા પર કોર્ટ સુનાવણી કરી રહી છે. ત્યારે બીજી તરફ રામ રાજ્ય રથ યાત્રા આજથી અયોધ્યાથી નીકળવાની છે. આ રથ યાત્રા 39 દિવસ સુધી મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, કેરળ, તમિલનાડુ સહિત દેશના 6 રાજ્યમાંથી પસાર થશે.

આ યાત્રા દરમિયાન 40 સભાઓનું આયોજન કરવામાં આવશે. આજથી શરૂ થઇ રહેલી આ યાત્રાને યૂપીના સીએમ યોગી આદિત્યનાથ લીલી ઝંડી દેખાડશે. રથ યાત્રા દરમિયાન જે સભાઓ થવાની છે. તેના માટે અલગ અલગ રાજ્ય સરકાર પાસે પરવાનગી લઇ લીધી છે અને કેદ્રીય ગૃહ મંત્રાલયે પણ રાજ્યોને રામ રાજ્ય રથ યાત્રાની સુરક્ષા ગોઠવવા કહી દીધું છે.

આ યાત્રાનું સમાપન 23 માર્ચે રામેશ્વરમમાં થવાનું છે. આ રથ યાત્રાનું આયોજન મહારાષ્ટ્રની સંસ્થા રામદાસ મિશન યૂનિવર્સલ સોસાયટી કરી રહી છે. પણ આ સંસ્થાને RSSનું સંપૂર્ણ સહયોગ મળી રહ્યો છે.

loading...

Leave A Reply

Your email address will not be published.