અયોધ્યા મામલે સુપ્રીમ કોર્ટનો પ્રથમ મહત્વપૂર્ણ નિર્ણય, ત્રીજા પક્ષની તમામ અરજીઓ ફગાવી

0 57

અયોધ્યા રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી શરૂ કરવામાં આવી છે. અયોધ્યા મામલે પ્રથમ મહત્વપૂર્ણ નિર્ણય આપતા ત્રીજા પક્ષની હસ્તક્ષેપ કરતી તમામ અરજીઓ નકારી દીધી છે. સુપ્રીમ કોર્ટે રજીસ્ટ્રીએ કહ્યું છે કે આ મામલે કોઇ આઇએ સ્વીકાર ન કરે. સુપ્રીમે હસ્તક્ષેપ કરાયેલ અરજી પર અલગ-અલગ પૂછ્યું. કોર્ટ હવે માત્રને માત્ર ઓરિજિનલ પિટિશનર્સને જ સાંભળશે.

અયોધ્યાના રામ જન્મભૂમિ અને બાબરી મસ્જિદ ભૂમિ વિવાદ મુદ્દે સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે તે કોઈપણ પાર્ટીને સમજૂતિ માટે ન કહી શકે. આ બન્ને પાર્ટી વચ્ચેનો મામલો છે. આ માટે સુપ્રીમ કોર્ટે કહ્યું કે કોઈને પણ સમજૂતિ માટે બાધ્ય ન કરી શકે.

આની સાથે જ સુપ્રીમ કોર્ટે સુબ્રમણ્યમ સ્વામીને પૂછ્યું કે તેમને આ મામલે ત્રીજા પક્ષના રૂપમાં સામેલ થવાની મંજૂરી ન આપી શકાય. જેથી હવે સુબ્રમણ્યમ સ્વામી ત્રીજા પક્ષ તરીકે દખલ નહીં કરી શકે.

મહત્વનું છે કે ફેબ્રુઆરીમાં સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે સુનાવણી સમગ્ર રીતે ભૂમિ વિવાદના રૂપમાં કરેલી અને દરરોજ સુનાવણી કરવાનો ઈનકાર કરી દીધો હતો. કોર્ટે કહ્યું હતું કે દરરોજ 700 ગરીબ લોકોના મામલા કોર્ટમાં પડયા છે અને એ લોકોની પણ સુનાવણી કરવી છે.

loading...

Leave A Reply

Your email address will not be published.