OLA પ્રદુષણ નિયંત્રણમાં લાવવા લોન્ચ કરશે 10 હજાર ઈલેક્ટ્રિક વાહનો

નવી દિલ્લી: એપ બેસ્ડ સર્વીસ પ્રોવાઈડર કંપની ઓલા આવનારા 12 મહિનામાં 10 હજાર ઈલેક્ટ્રિક વાહનોને પોતાના પ્લેટફોર્મ પર જોડવા જઈ રહી છે. ઓલાએ આ પ્રોગ્રામનુ નામ ‘મિશન ઈલેક્ટ્રિક’ રાખ્યુ છે. આની અંદર કંપની સૌથી વધારે ઈ-રીક્ષાનો સમાવેશ કરશે.

ઓલાનુ લક્ષ્ય છે કે 2021 સુધી પોતાના પ્લેટફોર્મ ઉપર 10 લાખ ઈલેક્ટ્રોનિક વાહનોને લોન્ચ કરશે. ઓલાએ આ પ્લાન દેશમાં ઈલેક્ટ્રિક વાહનોનો ઈરોસિસ્ટમને બુસ્ટ કરવા માટે કરી રહી છે.

ઓલાના કો-ફાઉન્ડર અને સીઈઓ ભાવિશ અગ્રવાલે કીધુ કે ત્રણ-પૈડા વાળા વાહનો ટ્રાન્સપોર્ટ માટે સૌથી વધારે વપરાવનારા વાહનો છે. લાખો લોકો દરરોજ આજ વાહનો પર સવારી કરે છે. શહેરો અને તાલુકાઓમાં પ્રદુષણને નિયંત્રણમાં રાખવા માટે ઈલેક્ટ્રિક થ્રી-વ્હીલરનો વધારેમાં વધારે ઉતારવા જઈ રહ્યા છે. ઓલાના હિસાબે તે પોતાના લક્ષ્યને પામવા માટે વિવિધ રાજ્ય સરકારો, કાર કંપનીઓ અને બેટરી મેન્યુફેક્ચરરની વાતાઘાટ કરી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે છેલ્લા વર્ષના મે મહિનામાં પોતાનુ પહેલુ ઈલેક્ટ્રિક વ્હીકલ પ્રોજેક્ટ નાગપુરમાં લોન્ચ કર્યો હતો. ઓલાના ઓ પ્રોજેક્ટમાં ઈલેક્ટ્રિક કેબ, ઈલેક્ટ્રિક ઓટો રીક્ષા, ઈલેક્ટ્રિક બસ, રૂફટોપ ઈન્સટોલેશન, ચાર્જિંગ સ્ટેશન અને બેટરી સ્વાઈપીંગ એક્સપેરિમેન્ટસનો સમાવેશ થાય છે.

You might also like