Auto Expo 2018 માં લોન્ચ કરાઇ સસ્તી ઇલેકટ્રિક બાઇક, જાણો કિંમત..

ઓટો એકસ્પો 2018માં ઇલેકટ્રીક કારની સાથે-સાથે ઘણા ઇલેકટ્રીક બાઇકને પણ રજૂ કરવામાં આવ્યા. એવામાં એક ગુજરાતની કંપની મેન્જા (Menza) એ સૌથી સસ્તી ઇલેકટ્રીક બાઇક કેફે રેસરને લોન્ચ કરી છે. આ બાઇકનું નામ મેન્જા લુકેટ (Menza Lucat) કેફે રેસર છે જેની એક્સ શો રૂમ કિંમત 2.79 લાખ રૂપિયા રાખવામાં આવી છે.

મેન્જા લુકેટનું બુકિંગ ઓટો એકસ્પોના અંતિમ દિવસ એટલે કે 14મી ફેબ્રુઆરીએ શરૂ કરવામાં આવશે. કંપની આ બાઇકની સાથે બેટરી પણ ભાડે આપશે જેના માટે ગ્રાહકોએ 4,000 રૂપિયા પ્રતિ મહિના ખર્ચ કરવો પડશે. મેન્જા લુકેટને ભારતમાં 84 ટકા તૈયાર કરવામાં આવે છે. આવતા મહિનાથી બાઇકની ડિલીવરી શરૂ કરી દેવામાં આવશે.

પાવર સ્પેસિફિકેશનની વાત કરે તો મેન્જા લુકેટ 72V Li-ion ની બેટરી લગાવામાં આી છે. જેને ફુલ ચાર્જ કરવા માટે 4 કલાક જેટલો સમય લાગે છે. જ્યારે ઝડપી ચાર્જિંગથી 90 મીનિટની અંદર ચાર્જ કરી શકાય છે. આ બાઇકમાં 24hp નું પાવર અને 60Nm નું ટોર્ક જનરેટ કરે છે.

દેશભરમાં મેન્જા મોટર્સ હાલમાં 100 યૂનિટનું જ વેચાણ કરશે. કંપનીના દાવા મુજબ એક વખત ફુલ ચાર્જ કરવામાં આવે તો આ બાઇક શહેરમાં 100 કીમી ચાલે અને હાઇવે પર 150 કીમી સુધી ચાલી શકે છે.

 

You might also like