Auto Expo 2018 : હીરો થી યામાહા સુધી લાવ્યા અજબ-ગજબ બાઇક

ઓટો એકસ્પો 2018માં 14માં એડિશનમાં ગ્રેટર નોઇડામાં ચાલી રહ્યો છે. આ બાઇક મહાકુંભમાં ઘણા સુંદર બાઇક લોન્ચ કરવામાં આવ્યાં. અમે અહીં એવા બાઇક લઇને આવ્યા છીએ કે જેઓ ઓટો એકસ્પોની રોનક વધારી રહ્યાં છે…

બીએમ ડબલ્યું મોટર્રાડે 2018 ઓટો એકસ્પોમાં એફ750 જી8 અને એફ850 જી8 બાઇકને રજૂ કર્યું છે. આ બંને એડવેન્ચર બાઇક છે. આ બાઇકમાં 853 સસીનું ટ્વિન સિલિન્ડર એન્જીન આપવામાં આવ્યું છે. પરંતુ બંનેમાં એન્જીનને અલગ રીતે ટ્યૂન કરવામાં આવ્યાં છે. બીએમડબલ્યુના આ બંને બાઇકની કિંમત 12.20 લાખ અને 13.70 લાખ રાખવામાં આવી છે.

બીએમડબ્લ્યુ એફ 750 જી8 અને એફ 850 જીએ8 કોમ્પેક્ટ છે. બીએમડબલ્યુ આર 1200 જી8 જેવી એડવાન્ચર બાઇકની સરખામણીએ હલકી છે.

યામાહા કંપનીએ આર15 બાઇકનું ત્રીજુ ઉપરકરણ મોડલ રજૂ કર્યું છે. તેની ડીઝાઇનને પહેલા કરતાં વધારે શાર્પ કરવામાં આવ્યું છે. આમાં 155સીસી સિંગલ સિલિન્ડર લિક્વિડ કૂલ્ડ એન્જી છે જે 19 બીએચપી કૂલ્ડ એન્જીન છે જે 19 બીએચપીનું પાવર જનરેટ કરે છે. આ બાઇકની એક્સ શોરૂમ કિંમત 1.25 લાખ રૂપિયા રાખવામાં આવી છે.

આ વખતે આ બાઇક સૌથી મોટી સુપરબાઇક લોન્ચિંગ માનવામાં આવી રહી છે. ઇન્ડિયા કાવાસાકી મોટરને Ninja H2 8X ને ભારતમાં 21.80 લાખ રૂપિયાની એક્સ શો રૂમ કીંમત પર લોન્ચ કરવામાં આવી છે. આ એક સ્પોર્ટસ ટુઅરર છે. આમાં ટ્રેકશન કંટ્રોલ, કોર્નરિંગ એબીએસ વગેરે ફિચર્સ આપવામાં આવેલ છે.

હીરોની આ એક નવી એડવેન્ચર મોટરબાઇક પણ ઓટો એકસ્પોમાં છે. આમાં 200 સીસી એન્જીન છે જો 18 બીએચપીનું પાવર અને 17.1 ન્ટૂન મીટર ટોર્ક જનરેટ કરે છે. ઓલ ડિજીટલ કંસોલવાળી આ બાઇકમાં એલઇડી હેડલેમ્પ અને ટેલલાઇટ છે. સ્પોક્ડ વીલ્ઝ પણ આપવામાં આવે છે. આ બાઇકની એક્સ શો રૂમ કિંમત 1.1 લાખ હોવાની આશંકા છે.

You might also like