હવે ભારતનાં રસ્તાઓ પર દોડશે ડ્રાઇવરલેસ કાર, ફક્ત 1000માં લાવો ઘરે

ન્યૂ દિલ્હીઃ આ વખતનાં ઓટો એક્સ્પોને જો ઇલેક્ટ્રિક ઓટો એક્સ્પો કહેવામાં આવે તો પણ કંઇ ખોટું નથી. છેલ્લાં થોડાંક મહિનાઓ પહેલાં જ ભારત સરકારે આ અંગે સંકેત આપવાનાં શરૂ કરી દીધાં હતાં કે હવે ઇન્ડિયામાં કારની કંપનીઓને જલ્દીમાં જલ્દી ઇલેક્ટ્રિક કારનું પ્રોડક્શન શરૂ કરવું પડશે.

આને જોતાં ટાટા, મહિન્દ્રા, મારૂતિ, ટોયોટા, રેનૉ સહિત વધારે કંપનીઓએ આ કામને અંજામ આપવા માટે ધંધે લાગી ગયાં છે. આનો સીધો જ નજારો આ વખતે ઓટો એક્સ્પોમાં જોઇ શકાય છે કે જ્યાં ઇલેક્ટ્રિક કારોની ભીડ છે. એટલું જ નહીં પરંતુ ઇલેક્ટ્રિક ટૂ-વ્હીલર્સની સંખ્યામાં પણ વધારો થતો જોવાં મળ્યો છે.

ઓટો એક્સ્પો 2018માં યૂનિટી કંપનીએ વગર સ્ટેયરિંગ અને ક્લચ-બ્રેકવાળી કાર પ્રદર્શિત કરી છે. આ કારની સૌથી મોટી ખાસિયત એ છે કે આ કારને આપ નહીં પરંતુ સેન્સર ચલાવશે. કંપની આ કારને ટૂંક સમયમાં જ ભારતીય બજારમાં લોન્ચ કરશે.

તમને જણાવી દઇએ કે આ કારની પ્રી-બુકિંગ શરૂ થઇ ચૂકી છે. આપ 1000 રૂપિયા આપીને પણ આ કારને બુક કરાવી શકો છો. હવે આ કારની ખાસિયત અને આ કારનાં ફીચર્સ વિશે પણ તમે જાણી લો…

આ ઇલેક્ટ્રિક કાર ભારતમાં બે વર્ષ બાદ આવશે. આ કારમાં ક્લચ અને બ્રેક લગાવવાની જરૂરીયાત નથી. આ કારનું સ્ટેયરિંગ વીડિયો ગેમની જેવું હશે. આ કાર ફાઇવ સિટર હશે. એક વાર ચાર્જ કર્યા બાદ કાર 200 કિ.મી. ચાલશે.

આ કાર ડ્રાઇવરલેસ છે. આ કાર સંપૂર્ણ રીતે કંમ્પ્યૂટર દ્વારા જ કંટ્રોલ થશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાં ઇલેક્ટ્રિક વ્હીકલનું સપનું સાકાર કરવા માટે કંપની આ કારને વર્ષ 2020માં ભારતમાં લોન્ચ કરશે.

You might also like