Auto Expor 2018: હોન્ડા એક્ટિવા 5જી કરાયું રજૂ, જાણો શું છે ફિચર્સ

ઓટો એક્સપો 2018માં હોન્ડાએ ન્યૂ જનરેશન સ્કૂટર એકટિવા 5જી ભારતમાં ચાલી રહેલા સૌથી મોટા ઓટો શોમાં રજૂ કરી છે. ઉલ્લેખનીય છે કે ભારતમાં એક્ટિવા 5જી ભારતની સૌથી વધુ વેચાણ ધરાવતું સ્કૂટર છે.

એક્ટિવા 5જી માં પણ એક્ટિવા 4જીની જેમ 110 સીસી પેટ્રોલ એન્જીન લગાવામાં આવ્યું છે જે 8બીએચપીના પાવર સાથે 7,500 આરપીએમ અને 9 એનએમનો ટોર્ક જનરેટ કરે છે. તેનુ વજન 108 કેજી અને તેમાં 5.3 લીટરની ક્ષમતાવાળાનું પેટ્રોલ એન્જીન લાગેલું છે. હોન્ડા એક્ટિવા 5જી લાલ અને પીળા રંગમાં ઉપલબ્ધ રહેશે.

હોન્ડા એક્ટિવા 5જીની સાઇઝ પણ એક્ટિવા 4જી જેટલું છે તેમાં કોઇ મોટો ફેરફાર કર્યો નથી. ગત વેરિયન્ટની સરખામણીએ આમાં મોટા ફેરફારની વાત કરીએ તો આ સ્કૂટરમાં ફૂલ એલઇડી હેડલેમ્પ અને પોઝીશન લાઇટ લગાવામાં આવી છે જે 110સીસી સેગમેન્ટ ભારતમાં પ્રથમ વખત છે જો આમ એએચઓ યુનિટની સરખામણી વધારે પાવરની બચત કરશે.

You might also like