Auto Expo 2016: આજે લોન્ચ થશે 29 નવી કાર, 80 કાર પહેલીવાર જોવા મળશે

ગ્રેટર નોઇડા: ગ્રેટર નોઇડામાં બુધવારે સવારે 13મો ઓટો એક્સપો શરૂ થઇ રહ્યો છે. ઇન્ડિયા એક્સપો માર્ટ, ગ્રેટર નોઇડામાં બીજીવાર આયોજીત થઇ રહેલો ઓટો એક્સપો, 2016 ગુરૂવાર સુધી ફક્ત મીડિયા અને વેપારીઓ માટે ખુલશે. દર બીજા વર્ષે આયોજીત થાનર આ મેળો બાકીના બીજા ખરીદદારો અને દર્શકો માટે આ 5 થી 9 ફેબ્રુઆરી સુધી ખુલ્લો રહેશે.

એક્સપોમાં 80થી વધુ નવા મોડલની ગાડીઓ પહેલીવાર જોવા મળશે. સાત દિવસ સુધી ચાલનાર આ મેળામાં પહેલા દિવસે 29 નવી કાર લોન્ચ થશે. એક્સપોમાં મારૂતિ, હ્યુડઇ, મર્સિડીઝ અને બીએમડબ્લૂ ઉપરાંત દેશ અને વિદેશની ઓટોમોબાઇલ કંપનીઓ ભાગ લઇ રહી છે. આમ દિવસમાં મેળામાં આવનર માટે 300 રૂપિયા ટિકીટ જ્યારે શનિવાર-રવિવારે 400 રૂપિયા ટિકીટ રાખવામાં આવી છે. વેપારના કલાકો દરમિયાન દરરોજ 650 ટિકીટ હશે. દિલ્હી મેટ્રોના ઘણા સ્ટેશનો પર તેના ટિકીટ કાઉન્ટર બનાવવામાં આવ્યા છે. આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે દરરોજ 1 લાખ લોકો ઓટો એક્સપોમાં આવશે.

કારના શોખીન લોકોના આ મેળામાં દેશ-વિદેશની 65 કંપનીઓ ભાગ લઇ રહી છે. તો બીજી તરફ કેટલીક કંપનીઓએ આ મેળાની રાહ પણ જોઇ નહી. બજાજ સહિત ઘણી કંપનીઓએ આ એક્સપોથી દૂર રહેવાનો નિર્ણય કર્યો છે.

એક્સપોમાં કુલ 80 કાર, કોમર્શિયલ અને ટૂવ્હીલર્સનું લોન્ચિંગ થશે. તેમાંથી 20 કારનું યૂનિવર્સલ લોન્ચિંગ નક્કી છે. આ પહેલાં કોઇ આંતરરાષ્ટ્રીય ઓટો એક્સપોમાં એક સાથે આટલી કારની યૂનિવર્સલ લોન્ચિંગ થયું નથી. ભારતીય કાર કંપનીઓ મારૂતિ સુઝુકી, હ્યુંડઇ, ટાટા મોટર્સ સંયુક્ત રીતે દસ નવી ગાડીઓ રજૂ કરવા જઇ રહી છે. ત્રણ કંપનીઓ ગ્રાહકોના ત્રણ વર્ગો માટે પોતાના મોડલ્સ રજૂ કરશે.

maruti-suzuki-ignis

તેમાં મારૂતિ સુઝુકીની નાની હેચબેક (ઇગ્નિશ), કોમ્પેક્ટ એસયૂવી (બ્રેજા) અને પ્રીમિયમ (બાલેનો આરએસ) એક વર્ષમાં ઘરેલૂ બજારમાં આવવાની છે. ટાટા મોટર્સ હેક્સા અને નેક્સસને રજૂ કરશે. હ્યુંડઇ તરફથી એસયૂવી (ટક્સન), એક નવી કોમ્પેક્ટ નાની કાર અને એક નવી લક્સરી કાર લોન્ચ કરશે.

You might also like