Categories: Business

Stock Market: ઓટો અને કેપિટલ ગુડ્સ સેક્ટરના શેરમાં વેચાણ વધ્યું

અમદાવાદ: આજે શરૂઆતે શેરબજાર નીચા ગેપથી ખૂલ્યું હતું. શરૂઆતે સેન્સેક્સ અને નિફ્ટીમાં ૦.૨૫ ટકાનો ઘટાડો નોંધાતો જોવા મળ્યો હતો. બીએસઇ સેન્સેક્સ ૪૩ પોઇન્ટના ઘટાડે ૩૪,૮૦૫, જ્યારે એનએસઇ નિફ્ટી ૧૨ પોઇન્ટના ઘટાડે ૧૦,૫૮૩ પોઇન્ટની સપાટીએ ટ્રેડિંગમાં જોવા મળી હતી.

મિડકેપ અને સ્મોલકેપ સેકટરના શેરમાં પણ વેચવાલી જોવા મળી હતી. ખાસ કરીને ઓટોમોબાઇલ અને કેપિટલ ગુડ્સ સેક્ટરના શેરમાં ભારે વેચવાલી નોંધાતી જોવા મળી હતી. આજે શરૂઆતે મારુતિ સુઝુકી કંપનીના શેરમાં બે ટકાનો ઘટાડો નોંધાતો જોવા મળ્યો હતો.

એ જ પ્રમાણે સન ફાર્મા, બજાજ ઓટો, એક્સિસ બેન્ક, રિલાયન્સ કંપનીના શેરમાં પણ ૦.૬૦ ટકાથી ૧.૫૦ ટકાનો ઘટાડો નોંધાતો જોવા મળ્યો હતો તો બીજી બાજુ ટીસીએસ, એસબીઆઇ, આઇસીઆઇસીઆઇ બેન્ક, ઓએનજીસી, લાર્સન એન્ડ ટુબ્રો કંપનીના શેરમાં એક ટકાથી બે ટકાનો ઉછાળો નોંધાયો હતો.

જોકે આઇટી અને મેટલ સેક્ટરના શેરમાં ખરીદી નોંધાતી જોવા મળી હતી. બેન્ક નિફ્ટીમાં પણ ૦.૩ ટકાનો સુધારો નોંધાઇ ૨૫,૯૬૩ પોઇન્ટની સપાટીએ ટ્રેડિંગમાં જોવાઇ છે.

શેરબજારમાં ઘટાડામાં આ શેરે નવી ઊંચાઈ બનાવી
ટીસીએસ રૂ. ૩,૫૮૪.૯૦
બ્રિટાનિયા રૂ. ૫,૬૭૭.૦૦
કોલગેટ પામોલિવ રૂ. ૧,૨૩૮.૯૫
ક્રિએટીવ કાસ્ટિંગ રૂ. ૩૭૮.૨૫
સરિતા ઈન્ડસ્ટ્રીઝ રૂ. ૩૮૮.૪૫

ઓટો શેર રિવર્સ ગિયરમાં
અશોક લેલેન્ડ ૨.૯૩ ટકા
મારુતિ સુઝુકી ૧.૫૫ ટકા
ટીવીએસ મોટર કંપની ૦.૭૭ ટકા
ટાટા મોટર ૦.૩૪ ટકા
બજાજ ઓટો ૦.૬૪ ટકા

ક્રૂડમાં મજબૂત સુધારો
આંતરરાષ્ટ્રીય ક્રૂડના ભાવમાં મજબૂત સુધારો જોવા મળ્યો છે. બ્રેન્ટ ક્રૂડમાં ૦.૬૯ ટકાનો સુધારો નોંધાઇ ૭૯.૦૫ ડોલર પ્રતિ બેરલની સપાટીએ ભાવ પહોંચી ગયા છે, જ્યારે નાયમેક્સ ક્રૂડ ૦.૪ ટકાના સુધારે ૭૧.૯૦ ડોલર પ્રતિ બેરલની સપાટીએ ભાવ જોવા મળ્યા છે. વૈશ્વિક બજારમાં માગમાં આવેલા ઉછાળા સામે અપૂરતા સપ્લાય વચ્ચે ક્રૂડના ભાવમાં તેજી જોવા મળી છે. એટલું જ નહીં જિયો પોલિટિકલ ટેન્શનની સ્થિતિ વચ્ચે ક્રૂડની તેજીને સપોર્ટ મળ્યો છે.

divyesh

Recent Posts

રાજ્યમાં નાસતા-ફરતા આરોપીઓને ઝડપવા ઝુંબેશ હાથ ધરાશે, CMએ ગૃહવિભાને આપ્યાં આદેશ

અમદાવાદઃ રાજ્યમાં નાસતા-ફરતા આરોપીઓને ઝડપવા માટે એક ઝૂંબેશ હાથ ધરવામાં આવશે. 21 હજાર જેટલાં આરોપીઓને પકડવા માટે ગૃહવિભાગે કવાયત હાથ…

1 hour ago

PNBને ડિંગો બતાવનાર નીરવ મોદી વિદેશી બેંકોને કરોડો ચૂકવવા તૈયાર

નવી દિલ્હીઃ પંજાબ નેશનલ બેન્ક કૌભાંડનાં મુખ્ય આરોપી નીરવ મોદીની હજુ શોધખોળ જારી છે. નીરવ મોદી ભારતીય બેન્કોના કરોડો રૂપિયા…

2 hours ago

ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય, પ્રાથમિક શાળાઓમાં કન્યાઓને અપાશે માસિક ધર્મનું શિક્ષણ

ગાંધીનગરઃ રાજ્ય સરકાર દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવેથી પ્રાથમિક સ્કૂલોમાં માસિક ધર્મ અંગેનું માર્ગદર્શન આપવામાં આવશે. પ્રાથમિક…

2 hours ago

DeepVeer Wedding: દીપિકા-રણવીર કોંકણી રીતિ રિવાજથી બંધાયા લગ્નનાં બંધનમાં

બોલીવૂડની સૌથી સુંદર જોડીઓમાંની એક જોડી એટલે દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ. જેઓ હવે પતિ-પત્ની બની ચૂક્યાં છે. ઘણાં લાંબા…

3 hours ago

ઇસરોને અંતરિક્ષમાં મળશે મોટી સફળતા, લોન્ચ કર્યો સંચાર ઉપગ્રહ “GSAT-29”

અંતરિક્ષમાં સતત પોતાની ધાક જમાવી રહેલ ભારતે આજે ફરી વાર એક મોટી સફળતાનો નવો કીર્તિમાન રચ્યો છે. ઇસરોએ બુધવારનાં રોજ…

3 hours ago

RBI લિક્વિડિટી વધારવા ફાળવશે રૂ.૧૫ હજાર કરોડ

મુંબઇઃ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ દેશની ઇકોનોમીમાં લિક્વિડિટી વધારવાની સરકારની માગણી સ્વીકારી લીધી છે. આરબીઆઇએ સરકારી સિક્યોરિટીઝની ખરીદી દ્વારા ઇકોનોમિક…

4 hours ago