OMG! જ્યારે ટ્રેનમાં યુવક ઘોડા સાથે બેસી ગયો, જોતા રહ્યાં યાત્રીઓ…

ટ્રેનમાં બધા લોકોએ પ્રવાસ કર્યો હશે, પરંતુ જરા વિચાર કરો કે જો ટ્રેનમાં કોઇ પોતાનો ઘોડો લઇને પહોંચી જાય. આશ્ચર્ય ન કરો પરંતુ આવું હક્કીતમાં થયું છે. ઓસ્ટ્રેલિયામાં એક શખસે આમ કર્યું. યાત્રીઓથી ભરેલી ટ્રેનમાં શખસ પોતાના ઘોડા સાથે બેસી ગયો.

ટ્રેનમાં ઘોડાને જોઇ લોકો હેરાન થઇ ગયા. લોકોએ તેની ફોટો ખેંચી લીધી અને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી દીધી. સોશિયલ મીડિયા પર આ ફોટો ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. એક અહેવાલ મુજબ ઓસ્ટ્રેલિયાના સ્ટેયરમાં એક શખસ ઘોડાની સાથે ટ્રેનમાં બેસી ગયો.

શખસના ઘોડાનું નામ ફ્રોડા હતું. તે શખસ ઘોડાને તેના ઘરે લઇ જવાનો હતો. આમ તે કંઇ પણ વિચાર કર્યા વગર ઘોડા સાથે ટ્રેનમાં ચડી ગયો હતો. સોશિયલ મિડીયામાં વાયરલ થયેલા ફોટોમાં જોવા મળે છે કે યુવક પોતાના ઘોડા સાથે ટ્રેનમાં સવાર થઇ ગયો છે.

જ્યારે તેની આજુબાજુના લોકો તેનો ફોટો પાડી રહ્યાં છે. જ્યારે ટ્રેનના ટીકીટ ચેકર પાસે આ વાત પહોંચી ત્યારે તેને તરત જ આ યુવકને ઘોડા સાથે ટ્રેનમાંથી નીચે ઉતારી દીધો હતો.

You might also like