Audi લોન્ચ કરશે પ્રથમ ઇલેક્ટ્રિક કાર, ફુલ ચાર્જ કરતા 500 કિ.મી સુધી દોડશે નોનસ્ટોપ

જર્મન ઓટોમેકર કંપની ઓડી આવતા મહિને પોતાની પ્રથમ ઇલેક્ટ્રિક કારને લોન્ચ કરવા જઇ રહી છે. મળતી જાણકારી મુજબ કંપની 15 માર્ચ 2018નાં રોજ ઇલેક્ટ્રિક કાર ઇ-ટ્રૉન ક્વાટ્રોને લોન્ચ કરશે.

એવું જણાવાઇ રહ્યું છે કે આ ઇલેક્ટ્રિક કાર Q5 અને Q7ની વચ્ચેની પોઝીશનમાં રહેનાર કાર હશે અને આનો મુકાબલો એક્સ અને જગુઆર આઇ-પેસ સાથે થશે.

ઓડી ઇ-ટ્રોન ક્વાટ્રોનાં વિચારને કંપનીએ પ્રથમ વાર શંઘાઇ ઓટો શો-2017માં રજૂ કરી હતી. કંપની આ કારનાં પ્રોડક્શન મોડલ એસયૂવી અને સ્પોર્ટબૈક કૂપેને બે વર્ઝનમાં ઉતારશે.

જો કે ઇ-ટ્રોન ક્વાટ્રોને સૌથી પહેલા કયા દેશમાં લોન્ચ કરવામાં આવશે તેનાં વિશે કંપનીએ હજી સુધી કોઇ જ મહત્વની જાણકારી આપી નથી. આ કારની કિંમત 60 લાખથી 70 લાખની વચ્ચે હોઇ શકે છે.

મીડિયા સૂત્રોનાં હવાલે એવું જાણવા મળી રહ્યું છે કે આ કારમાં ત્રણ ઇલેક્ટ્રિક મોટર લગાવવામાં આવશે. આનાં એસયૂવી મોડલનો પાવર 435PS અને સ્પોર્ટબૈક કૂપેનો પાવર 503PSની આસપાસ રહેશે.

આ કારને 0થી 100 કિ.મી પ્રતિ કલાકની ઝડપે પકડવામાં માત્ર 4.5 સેકન્ડનો સમય લાગશે. ઓડીનાં જણાવ્યા અનુસાર નવી ઇ-ટ્રોન ક્વાટ્રો ફુલ ચાર્જ પર 500 કિ.મીની દૂરી નક્કી કરી શકશે.

You might also like