A ગ્રૂપના લોહીથી માકડ આકર્ષાય

ચેક રિપબ્લિકની મસાર્ય યુનિવર્સિટીએ લોહી પીતા માકડ પર રિસર્ચ કર્યા બાદ એવું તારણ કાઢ્યું છે કે જે લોકોનું બ્લડ ગ્રૂપ ‘A’ છે તેના પ્રતિ માકડ વધારે આકર્ષાય છે. આથી આવું બ્લડ ગ્રૂપ ધરાવતા લોકોએ માકડ કરડે નહીં એ માટે ખાસ તકેદારી રાખવાની જરૂર છે.

માકડની સાથે ઘણાં બેક્ટેરિયા પણ હોય છે અને એમાંય ખાસ કરીને બોરેલિયા બેક્ટેરિયમના કારણે લાઇમ રોગ થતો હોય છે, જે ક્યારેક જીવલેણ સાબિત થાય છે. આ રોગનાં લક્ષણોમાં માથું દુઃખે છે, તાવ આવે છે અને શરીર પર ચાઠાં ઊપસી આવે છે. આથી આ પ્રકારના રોગથી બચવા માટે ખાસ ધ્યાન રાખવાની જરૂર રહે છે.

You might also like