Categories: Business

ATMમાંથી પૈસા નીકળ્યા ન હોવા છતાં પૈસા કપાશે તો દંડ થશે બેંકને

એટીએમમાંથી પૈસા કાઢતી વખતે કેટલીક વાર ટ્રાન્ઝેક્શન પૂરું થઈ જવા છતાં પૈસા નીકળતા નથી ત્યારે કેટલીક વખત આ રીતે પૈસા નહિ નીકળવા છતાં એકાઉન્ટમાંથી પૈસા કપાઈ જતા હોય છે તેથી હવે ‌રિઝર્વ બેન્ક તરફથી જણાવાયું છે કે આવી રીતે જે તે વ્યકિતના ખાતામાંથી રકમ કપાઈ હશે તો તે બદલ બેન્કને જે તે ગ્રાહકને દરરોજ ૧૦૦ રૂપિયા દંડ પેટે ચૂકવવા પડશે.

આ અંગે રિઝર્વ બેન્ક તરફથી સ્પષ્ટતા કરવામાં આવી છે કે આવા કેસમાં જે તે ગ્રાહકને વળતરની રકમ મળે છે પણ આવી બાબતની મોટા ભાગના લોકોને પૂરતી જાણકારી નથી હોતી. આ અંગે રિઝર્વ બેન્ક તરફથી જણાવવામાં આવ્યું છે કે કોઈ પણ ગ્રાહકે ભલે ગમે તે બેન્કના એટીએમમાંથી ટ્રાન્ઝેક્શન કર્યું હોય, પરંતુ આવા કિસ્સામાં જે તે ગ્રાહકને તેમની બેન્ક તરફથી જ વળતર આપવામાં આ‍વશે.

આ માટે બેન્કમાંથી પેનલ્ટી મેળવવા માટે તમારે ટ્રાન્ઝેક્શન ફેલ થયાના ૩૦ દિવસનું એકાઉન્ટનું સ્ટેટમેન્ટ લગાવવું પડશે. આ ઉપરાંત બેન્કના અધિકારીઓને એટીએમ કાર્ડની માહિતી પણ આપવી પડશે. જોકે આવી સ્થિતિમાં પણ જે તે ગ્રાહક પાસેથી તેમની ખાનગી માહિતી મેળવવામાં કે માગવામાં આવતી નથી. આ રીતે જે તે વ્યકિતના ખાતામાંથી રકમ કપાઈ હશે તો તે બદલ બેન્કને જે તે ગ્રાહકને દરરોજ ૧૦૦ રૂપિયા દંડ પેટે ચૂકવવા પડશે.

Navin Sharma

Recent Posts

નિકોલની યુવતીને મોટી ઉંમરના પુરુષ સાથે પરણાવવા 1.10 લાખમાં સોદો કર્યો

અમદાવાદ: શહેરના નિકોલ વિસ્તારમાં રહેતી યુવતીને લગ્ન કરાવવાની ખાતરી આપીને મેરેજ બ્યૂરો ચલાવતી મહિલાઓ સહિતના લોકોએ તેને ૧.૧૦ લાખ રૂપિયામાં…

11 hours ago

વિનય શાહ, સુરેન્દ્ર રાજપૂત અને સ્વપ્નિલ રાજપૂતની થશે પૂછપરછ

અમદાવાદ: વર્લ્ડ કલેવરેક્સ સોલ્યુશન કંપની તથા આર્ચર કેર ડીજી એલએલપી કંપનીના મા‌લિક વિનય શાહ અને તેની પત્ની ભાર્ગવી શાહે આચરેલા…

11 hours ago

કર્ણમુક્તેશ્વર મહાદેવ અને કાલુપુર સ્વામિનારાયણ મંદિર સહિતનાં હિન્દુ સ્થાપત્ય હે‌િરટેજ લિસ્ટમાં જ નથી

અમદાવાદ: છેલ્લા કેટલાક સમયથી અમદાવાદનું નામ બદલીને કર્ણાવતી રાખવાના મામલે રાજ્ય સરકાર દ્વારા કરાયેલી જાહેરાતથી વિવાદ ઊઠ્યો છે. શહેરીજનોનો અમુક…

12 hours ago

તાજમહાલમાં નમાજ મુદ્દે વિવાદઃ હવે પૂજા-અર્ચના કરવાની બજરંગદળની જાહેરાત

આગ્રા: ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણ દ્વારા આગ્રાના તાજમહાલમાં પ્રતિબંધ લગાવવા છતાં નમાજ અદા કરવાના મુદ્દે વિવાદ ઉગ્ર બન્યો છે. હવે આ…

12 hours ago

સબરીમાલા મંદિરમાં પ્રવેશ માટે કોચ્ચી પહોંચી તૃપ્તિ દેસાઈ: એરપોર્ટની અંદર જ પોલીસે રોકી

કોચ્ચી: કેરળના પ્રખ્યાત સબરીમાલા મંદિરમાં તમામ વયની મહિલાઓને પ્રવેશની મંજૂરી મળ્યા બાદ અત્યાર સુધીમાં એક પણ મહિલા મંદિરમાં પ્રવેશી શકી…

12 hours ago

તામિલનાડુમાં ‘ગાજા’નો કહેર: 11નાં મોતઃ 120 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવાથી મોટી તારાજી

ચેન્નઈ: ચક્રવાતી તોફાન ‘ગાજા’ મોડી રાત્રે પોણા બે વાગ્યે તામિલનાડુના કિનારે નાગાપટ્ટનમમાં ત્રાટક્યું હતું અને ભારે તારાજી અને તબાહી સર્જી…

12 hours ago