બીજી બેંકનું ATM યૂઝ કરવા પર ચૂકવવો પડશે રૂ.20થી વધુનો ટ્રાન્ઝેક્શન ચાર્જ

ATM ઓપરેટર્સે ATM ટ્રાન્ઝેક્શન માટે હાયર ઈન્ટરચેન્જ રેટની માગ કરી છે. જેથી તેઓ RBIએ હાલમાં જ કડક બનાવેલા નિયમોનું પાલન કરી શકે. હાલમાં દરેક બેંક બીજી બેંકના કસ્ટમર્સ પાસેથી પોતાની બેંકનું ATM યૂઝ કરવા બદલ દર વખતે કેશ નીકાળતી વખતે 15 રૂપિયા અને નોન-કેશ ટ્રાન્ઝેક્શન પર 5 રૂપિયા ચાર્જ કરે છે. આ પ્રકારનો ચાર્જ 5 ટ્રાન્ઝેક્શન બાદ દરેક બેંક ગ્રાહકે ચૂકવવો પડશે. જો ATM ઓપરેટર્સની આ માગ સ્વીકારાઈ તો અન્ય બેંકનું ATM વાપરવા બદલ ગ્રાહકે વધુ ચાર્જ ચૂકવવો પડશે.

કન્ફેડરેશન ઑફ ATM ઇન્ડસ્ટ્રી (CATMI)એ માગ કરી છે કે ATMમાંથી ટ્રાન્ઝેક્શન કરવાનો જે ચાર્જ છે, તેમાં ઓછામાં ઓછા 3-5 રૂપિયાનો વધારો કરવો જોઇએ, જેથી કરીને ATM ઑપરેટર્સ વધતી મોંઘવારીમાં પોતાનો ખર્ચો કાઢી શકે. CATMIના નિર્દેશકે જણાવ્યુ કે, ”હાલમાં જ RBIએ કડન ગાઇડલાઇન્સ જાહેર કરી છે. જેમાં ATM સર્વિસ પ્રોવાઇડર્સના કુલ ખર્ચમાં વધારો થશે.”

RBIએ કહ્યું કે, બેંકોએ જુલાઈથી કેશ મેનેજમેન્ટને લગતી ગતિવિધિઓ પર સર્વિસ પ્રોવાઈડર સાથે મળીને આ સિસ્ટમ માટે ન્યૂનતમ ધોરણો લાગૂ થવા જોઈએ.જેમાં ATM પ્રોવાઈડર્સે 300 કેશવાન, 1 ડ્રાઈવર, 2 સિક્યુરિટી ગાર્ડ અને ઓછામાં ઓછા 2 ગનમેન રાખવાનો આદેશ RBIએ આપ્યો છે. કેશવાહનમાં GPS ન હોવું જોઈએ.

જિઓ ફેસિંગ મેપ સાથે આના પર નજર રાખી શકાય અને ઈમરજંસી વખતે નજીકના પોલીસ સ્ટેશનને જાણ કરી શકે. CATMI RBI અને NPCI સાથે આ મામલે વાત કરી રહી છે. CATMIને આશા છે કે ઈંટરચેંજ રેટ વધારવાના મુદ્દાને પ્રાથમિકતા આપીને વિચાર વિમર્શ કરવો જોઈએ.

હાલ દેશમાં 19 કંપનીઓ ATMમાં કેશ મેનેજમેન્ટનું કામ જોઇ રહી છે. આ કંપનીઓ ઉપરાંત દરેક બેંકોનો ખર્ચો ખૂબ વધી જશે.

You might also like