ATMથી ખૂલી શકશે બેન્ક એકાઉન્ટ, ચેક ક્લિયરન્સ, ફંડ ટ્રાન્સફર પણ સરળ બનશે

નવી દિલ્હી: ખૂબ જ જલદી તમારું એટીએમ બેન્ક એકાઉન્ટ ખોલવાથી લઈને ચેક ક્લિયરન્સ સુધી તમામ કામને ફટાફટ પૂર્ણ કરી દેશે. એટીએમ નિર્માતા અને સેવા અાપનાર એનસીઅાર નિગમે એક નવું મલ્ટી ચેનલ ઇન્ટિગ્રેટેડ સોલ્યુશન રજૂ કર્યું છે. જેની મદદથી એટીએમમાં પૈસા કાઢવા ઉપરાંત ઘણાં બધાં કામ કરી શકાશે. તેનાથી નવી બેન્કો ખોલવાની જરૂરિયાત પણ ઘટી જશે. અમેરિકાની કંપનીના નવા સીએક્સ બેન્કિંગ સોલ્યુશન હેઠળ એટીએમ કેશ વિડ્રોઅલ, અને બેલેન્સ ઇન્કવાયરી ઉપરાંત અન્ય સુવિધાઅો પણ હશે. અા ફીચર્સમાં ઇન્સ્ટન્ટ બેન્ક એકાઉન્ટ ખોલવા, ડેબિટ કાર્ડ અાપવા, અોટોમેટિક સિગ્નેચર વેરિફિકેશનની સુવિધા, ફંડ ટ્રાન્સફર, બિલ પેમેન્ટ અને મોબાઈલ ટોપ અપ રિચાર્જ સામેલ હશે.

અા ખાસ એટીએમની કિંમત લગભગ ૩૦થી ૫૦ લાખની અાસપાસ હશે. એ વાત બેન્ક પર નિર્ભર કરશે કે તે એટીએમમાં કઈ કઈ સુવિધાઅો અાપવા ઇચ્છે છે. એક સામાન્ય એટીએમની કિંમત લગભગ ચાર લાખ રૂપિયા હોય છે. અા અોછી કિંમત પર બેન્કમાં થનારી ૯૦ ટકા લેવડદેવડ પૂર્ણ થઈ શકશે. એનસીઅારમાં જાહેર અને ખાનગી ક્ષેત્રની બેન્કો સાથે મળીને ત્રણ જગ્યાઅે અા પ્રકારના એટીએમને સ્થાપિત કરવા પર કામ કરી રહી છે. અા વર્ષના અંત સુધીમાં ૧૦૦ જેટલાં નવાં એટીએમ મૂકવાની યોજના છે.
http://sambhaavnews.com/

You might also like