Categories: Gujarat

ATMનો ફોગટ ફેરો! ATM પર હલ્લાબોલ કરનારા નિરાશ થયા

અમદાવાદ: રૂ.પ૦૦ અને ૧૦૦૦ના દરની નોટ બંધ થવાની વડા પ્રધાન મોદીની જાહેરાત અને બે દિવસ એટીએમ સેન્ટર બંધ રહ્યા બાદ આજથી એટીએમ સેન્ટર શરૂ થવાની જાહેરાત થતાં જ લોકો એટીએમમાંથી પૈસા લેવા માટે વહેલી સવારથી એટીએમ સેન્ટર પર દોડ્યા હતા. પરંતુુ લોકોએ નિરાશ થઇ પરત ફરવું પડ્યું હતું. શહેરનાં અનેક એટીએમ સેન્ટર બંધ હતાં. જે એટીએમ સેન્ટર ખૂલ્યાં હતાં તેમાં લોકો પૈસા ઉપાડવાનો પ્રયત્ન કરતા હતા પરંતુ પૈસા ઉપડ્યા ન હતા. માત્ર રિસિપ્ટ નીકળતી હતી.

આજથી એટીએમ શરૂ થતાની સાથે જ મોર્નિંગ વોકમાં નીકળેલા લોકો સાથે એટીએમ કાર્ડ રૂપિયા ઉપાડવા ગયા હતા. પરંતુ એટીએમમાંથી પૈૈસા નીકળતા ન હતા. શહેરના મોટાભાગના એટીએમમાં રૂ.૧૦૦ કે પ૦૦ની તથા અન્ય કેશ ડિપોઝિટ થઇ ન હતી. અનેક એટીએમનાં શટર બંધ હતાં. અમુક સ્થળોએ જ્યાં કેશ ડિપોઝિટ મશીન પણ શરૂ થઇ ગયાં હતાં.બેન્કમાંં આજે પણ વહેલી સવારથી જ લાઇનો લાગી હતી. એટીએમમાં પૈસા ન નીકળતા લોકો ફરી બેન્કમાં પૈસા લેવા માટે લાઇનમાં લાગ્યા હતા. જે લોકોને બેન્કમાંથી પૈસા ઉપાડવા છે અને એટીએમ બંધ હતું જેથી ન ઉપાડી શકતા લોકો પણ આજે સવારે એટીએમમાં પૈસા ઉપાડવા જતા પૈસા ન મળતાં તેઓએ બેન્કની લાઇનમાં લાગી જવું પડ્યું હતું.

કેટલાક એટીએમ સેન્ટરો ઉપર તો લોકોએ હલ્લાબોલ કર્યો હતો. એટીએમનાં શટર બંધ હોઇ લોકોમાં રોષ જોવા મળ્યો હતો. જે એટીએમ ચાલુ હતા તેમાં કેશ ડિપોઝિટ ન હોવાથી એટીએમ સેન્ટરની બહાર લાંબી લાઇન લાગી હતી. વસ્ત્રાપુર માનસી ચાર રસ્તા નજીક બેન્ક ઓફ બરોડામાં લોકોને હોબાળો કરાતાં બેન્કનું શટર પાડી દેવાયંુ હતું. મોટાભાગના એટીએમની અંદર પ૦૦-૧૦૦૦ના દરની નોટ જ છે. ર૦૦૦ રૂપિયાની લિમિટ સેટ કરવા માટે જે સમય એટીએમ સેન્ટરમાં આપવો પડે તે હજુ સુધી ન થતાં પૈસા નીકળ્યા ન હતા.

એટીએમમાંથી આજે પૈસા ન નીકળતાં લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ફરી એકવાર લોકોને પૈસા બેન્કમાંથી લેવા છે તેઓ બેન્કમાં લાઇનમાં ઊભા રહેવાની ફરજ પડી રહી છે.

આ અંગે મહાગુજરાત બેન્ક એમ્પ્લોઇઝ એસોસિયેશનના જનરલ સેક્રેટરી જનક રાવલના જણાવ્યા મુજબ સરકારે આજથી એટીએમ ખૂલશે તેવી જાહેરાત કરી હતી, પરંતુ શહેર સહિત રાજ્યભરનાં મોટા ભાગનાં એટીએમમાં જૂની રૂ.પ૦૦ અને ૧,૦૦૦ના દરની નોટો સામે નવી રૂ.પ૦૦ અને રૂ.ર,૦૦૦ની ચલણી નોટો ભરી શકાઇ નથી. આજ સવારથી જ બેન્કના કર્મચારીઓ સહિત એટીએમમાં નાણાં ભરવાનું કામ કરી એજન્સીઓ દ્વારા યુદ્ધના ધોરણે એટીએમમાં નવી ચલણી નોટો ભરવાનું કામ ચાલી રહ્યું છે એટલું જ નહીં, આ લખાઇ રહ્યું છે ત્યાં સુધી બેન્ક સત્તાવાળાઓ પણ કહી રહ્યા છે કે એટીએમ ક્યારે ચાલુ થશે તે અંગે હજુ કંઇ કહી શકાય તેમ નથી. તેમ છતાં આજ સાંજ સુધીમાં તમામ એટીએમ સેન્ટર ચાલુ થાય તેવી શક્યતાઓ જોવાઇ રહી છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે સરકારનું પણ પ્રેશર છે તો બીજી બાજુ ચલણી નોટોના વ્યવહાર માટે સામાન્ય લોકોનો પણ આજ સવારથી એટીએમ સેન્ટર પર ભારે ધસારો જોવા મળી રહ્યો છે અને તેના કારણે લોકોની સગવડતા માટે એટીએમ સેન્ટર ઝડપથી શરૂ થાય તેવા પ્રયાસો થઇ રહ્યા છે.

divyesh

Recent Posts

‘ચક્રવાત ડે’: દિલ્હી-એનસીઆર સહિત અનેક રાજ્યમાં આંધી સાથે ભારે વરસાદની આગાહી

નવી દિલ્હી: દેશનાં અનેક રાજ્યમાં હવામાન ઓચિંતું બદલાઈ ગયું છે. ‘ચક્રવાત ડે’ના કારણે રાજધાની નવી દિલ્હી અને એનસીઆર ઉપરાંત ઓડિશા…

5 mins ago

ઉત્તરાખંડમાં ભારે વરસાદની ચેતવણી: પહાડીઓ પર બરફવર્ષા, ભૂસ્ખલન

દહેરાદૂનઃ ઉત્તરાખંડમાં ફરી એક વખત ભારેથી અતિભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. હવામાન વિભાગે રાજધાની દહેરાદૂન ઉપરાંત ઉત્તર કાશી,…

8 mins ago

CPF યોજનાને વર્લ્ડ બેન્કની મંજૂરીઃ 25 થી 30 અબજ ડોલરની સહાય મળશે

વોશિંગ્ટન: વર્લ્ડ બેન્કે ભારત માટે એક મહત્ત્વાકાંક્ષી પંચવર્ષીય 'સ્થાનિક ભાગીદારી વ્યવસ્થા' (સીપીએફ) યોજનાને મંજૂરી આપી દીધી છે. આ યોજના હેઠળ…

23 mins ago

રિલાયન્સે કેજી-ડી 6માં ઓઈલ ફિલ્ડ બંધ કર્યું

નવી દિલ્હી: થોડા દિવસો પૂર્વે ઉદ્યોગપતિ અનિલ અંબાણીએ ૪૦ હજાર કરોડની ખોટ બાદ રિલાયન્સ કોમ્યુનિકેશન બંધ કરવાની જાહેરાત કરી હતી.…

24 mins ago

ભારે ઊથલપાથલ બાદ શેરબજાર પર મોટા ખતરાના સંકેત

મુંબઇ: શુક્રવારે શેરબજારમાં જે પ્રકારની ઊથલપાથલ મચી ગઇ તેના કારણે હાહાકાર મચી ગયો છે. નિષ્ણાતોનું કહેવું છે કે શેરબજારની આ…

31 mins ago

Asia Cup: દુબઇમા ચમક્યાં રોહિત-જાડેજા, ભારતે 7 વિકેટે બાંગ્લાદેશને આપ્યો પરાજય

ટીમ ઇન્ડિયાએ એશિયા કપમાં સુપર-4 મુકાબલામાં બાંગ્લાદેશને 7 વિકેટે પરાજય આપ્યો છે. ગૃપ મેચમાં ભારતે હોંગકોંગ અને પાકિસ્તાનને પરાજય આપ્યા…

48 mins ago