અટલજીની અસ્થિ કળશ યાત્રા: ગુજરાતની 6 નદીઓમાં કરાશે વિસર્જન

અમદાવાદઃ પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીનાં અસ્થિને ગુજરાત લાવવામાં આવ્યાં છે. અમદાવાદનાં ખાડિયામાંથી અટલજીનાં અસ્થિયાત્રાનો પ્રારંભ થઈ ચૂક્યો છે. રાજ્યની અન્ય પવિત્ર નદીઓમાં પણ વાજપેયીનાં અસ્થિઓનું વિસર્જન કરવામાં આવશે. સાબરમતીમાં સૌથી પહેલા અસ્થિનું વિસર્જન કરાશે અને ત્યાર બાદ રાજ્યની અન્ય 6 નદીઓમાં પણ અટલજીનાં અસ્થિનું વિસર્જન કરવામાં આવશે.

પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીનાં નિધન બાદ તેમનાં અસ્થિઓને દેશભરની મુખ્ય મુખ્ય નદીઓમાં વિસર્જન કરવામાં આવી રહેલ છે. ત્યારે મહત્વનું છે કે આજે પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી અમદાવાદ એરપોર્ટ પર વાજપેયીજીનાં અસ્થિર કળશ લઈને આવી પહોંચ્યાં હતાં.

જ્યાં તેઓને આવકારવા માટે એરપોર્ટ પર સીએમ વિજય રૂપાણી, ડે. સીએમ નીતિન પટેલ, પ્રદીપસિંહ જાડેજા અને પુરષોત્તમ રૂપાલા સહિતનાં તમામ મંત્રી મંડળ હાજર રહ્યાં હતાં. તમને વધુમાં જણાવી દઇએ કે એરપોર્ટ પર જ અસ્થિ કળશને પુષ્યાજંલી પણ અર્પિત કરવામાં આવી હતી.

મહત્વનું છે કે અટલજીનાં અસ્થિ કળશને એરપોર્ટથી ખાડિયા લઈ જવામાં આવશે. તેમજ આ આ અસ્થિ કળશયાત્રાને ખાડિયાનાં ગોલવાડથી શરૂ કરીને શહેરનાં જુદાં-જુદાં વિસ્તારોમાં ફેરવવામાં આવશે. પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની આ અસ્થિઓને દેશની અલગ-અલગ મુખ્ય નદીઓમાં પધરાવવાની સાથે-સાથે તેઓનાં અસ્થિને આજે અમદાવાદની સાબરમતી નદીમાં વિસર્જન કરવામાં આવશે.

આ ઉપરાંત ગુજરાતમાં અન્ય 6 નદીઓમાં પણ તેઓનાં અસ્થિઓનું વિસર્જન કરવામાં આવશે. મહત્વનું છે કે આજે 22 ઓગષ્ટનાં રોજ અમદાવાદમાં એક પાર્થનાસભાનું પણ લગભગ આયોજન કરવામાં આવશે.

Dhruv Brahmbhatt

Recent Posts

સોલા સિવિલમાં પ્રાઇવેટ એમ્બ્યુલન્સ ઊભી રાખવી હોય તો હપ્તો આપવો પડશે..!

અમદાવાદ: શહેરના એસ.જી.હાઇવે પર આવેલ સોલા સિ‌વિલ હોસ્પિટલમાં પ્રાઇવેટ એમ્બ્યુલન્સ મુકવી હોય તો હપ્તો આપવો તેમ કહીને ધમકી આપતા બે…

1 day ago

વેપારીઓને ગુમાસ્તાધારાનું સર્ટિફિકેટ હવે મળશે ઓનલાઇન

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનની હદ વિસ્તારમાં આવેલી સંસ્થાઓ જેવી કે વેપારી પેઢીઓ, દુકાનો સહિતના વ્યવસાયદારો માટે સારા સમાચાર છે. તંત્રના ગુમાસ્તાધારા…

1 day ago

કરોડોના કૌભાંડમાં દીપક ઝા ચીટર વિનય શાહનો ગુરુ?

અમદાવાદ: વર્લ્ડ કલેવરેક્સ સોલ્યુશન કંપની તથા આર્ચર કેર ડીજી એલએલપી કંપનીના માલીક વિનય શાહ અને તેની પત્ની ભાર્ગવી શાહ આચરેલા…

1 day ago

મ્યુનિ. સ્કૂલબોર્ડની બલિહારીઃ સિનિયર કલાર્ક સહિતની 60 ટકા જગ્યા ખાલી

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શાળાઓમાં છેલ્લાં ચાર વર્ષમાં ૪૬ હજાર વિદ્યાર્થી ઘટ્યા છે, તેમ છતાં શાસકો શૈક્ષણિક પ્રવૃત્તિ પાછળ ધ્યાન…

1 day ago

નોઈડામાં સ્કૂલ બસ ડિવાઈડર સાથે ટકરાતાં 16 બાળકો ઘાયલ

નવી દિલ્હી: દિલ્હીના સીમાડે આવેલ નોઈડામાં રજનીગંધા અંડર પાસ પાસે આજે સવારે શાળાના બાળકોને લઈને જતી એક બસ ડિવાઈડર સાથે…

1 day ago

કોલેજિયન વિદ્યાર્થીનું તેની જ કારમાં અપહરણ કરી લૂંટી લીધો

અમદાવાદ: શહેરમાં ચોરી, લૂંટ, અપહરણ જેવી ઘટનાઓ અટકવાનું નામ જ નથી લઇ રહી ત્યારે મોડી રાતે એક વિદ્યાર્થીનું એસ.જી.હાઇવે પર…

1 day ago