VIDEO: પૂર્વ પ્રધાનમંત્રી અટલજીનાં અસ્થિનું સાબરમતી નદીમાં કરાયું વિસર્જન

અમદાવાદઃ પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીનાં અસ્થિને ગુજરાત લાવવામાં આવ્યાં છે. અમદાવાદનાં ખાડિયામાંથી અટલજીનાં અસ્થિયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે મહત્વનું છે કે રાજ્યની અન્ય પવિત્ર નદીઓમાં પણ વાજપેયીનાં અસ્થિઓનું વિસર્જન કરવામાં આવશે.

જેમાં અત્યારે CM વિજય રૂપાણી દ્વારા સાબરમતીમાં અસ્થિનું વિસર્જન કરવામાં આવ્યું. જો કે રાજ્યની 6 નદીઓમાં પણ અટલજીનાં અસ્થિનું વિસર્જન કરવામાં આવશે. સાબરમતી નદીનાં કિનારે હવે અટલઘાટ બનશે. CM રૂપાણીએ આ અંગે એક મહત્વની જાહેરાત પણ કરી છે. અટલજીનાં અસ્થિ વિસર્જનની જગ્યાએ અટલઘાટ બનશે.

મહત્વનું છે કે પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીનાં નિધન બાદ તેમનાં અસ્થિઓને દેશભરની મુખ્ય મુખ્ય નદીઓમાં વિસર્જન કરવામાં આવી રહેલ છે. ત્યારે મહત્વનું છે કે આજે પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી અમદાવાદ એરપોર્ટ પર વાજપેયીજીનાં અસ્થિર કળશ લઈને આવી પહોંચ્યાં હતાં.

જ્યાં તેઓને આવકારવા માટે એરપોર્ટ પર સીએમ વિજય રૂપાણી, ડે. સીએમ નીતિન પટેલ, પ્રદીપસિંહ જાડેજા અને પુરષોત્તમ રૂપાલા સહિતનાં તમામ મંત્રી મંડળ હાજર રહ્યાં હતાં. તમને વધુમાં જણાવી દઇએ કે એરપોર્ટ પર જ અસ્થિ કળશને પુષ્યાજંલી પણ અર્પિત કરવામાં આવી હતી.

મહત્વનું છે કે અટલજીનાં અસ્થિ કળશને એરપોર્ટથી ખાડિયા લઈ જવામાં આવશે. તેમજ આ આ અસ્થિ કળશયાત્રાને ખાડિયાનાં ગોલવાડથી શરૂ કરીને શહેરનાં જુદાં-જુદાં વિસ્તારોમાં ફેરવવામાં આવશે. પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની આ અસ્થિઓને દેશની અલગ-અલગ મુખ્ય નદીઓમાં પધરાવવાની સાથે-સાથે તેઓનાં અસ્થિને આજે અમદાવાદની સાબરમતી નદીમાં વિસર્જન કરવામાં આવશે.

આ ઉપરાંત ગુજરાતમાં 6 નદીઓમાં પણ તેઓનાં અસ્થિઓનું વિસર્જન કરવામાં આવશે. મહત્વનું છે કે આજે 22 ઓગષ્ટનાં રોજ અમદાવાદમાં એક પાર્થનાસભાનું પણ લગભગ આયોજન કરવામાં આવશે.

Dhruv Brahmbhatt

Recent Posts

પંજાબના અમૃતસરમાં ટ્રેન દૂર્ઘટના, 50થી વધારે લોકોના મોતની આશંકા

પંજાબના અમૃતસરમાં એક મોટી ટ્રેન દૂર્ઘટના સામે આવી છે જેમાં 50થી વધારે લોકોના મોત નિપજ્યાંની આશંકા છે. ઉચ્ચ અધિકારીઓ ઘટના…

2 hours ago

નશામાં ધૂત છોટાઉદેપુર તાલુકા પંચાયતના કર્મચારીનો Video આવ્યો સામે …

ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે. પરંતુ દારૂ બંધીના લીરેલીરા ઉડાવતો એક સરકારી કર્મચારીનો જ વીડિયો સામે આવ્યો છે. જેમાં નશામાં ધૂત…

2 hours ago

ત્રણ ભાષામાં જોવા મળશે પૂજા અને પ્રભાસની એકશન ફિલ્મ

પૂજા હેગડે ખૂબ જ જલદી 'બાહુબ‌િલ'થી દેશભરમાં લોકપ્રિય થનાર પ્રભાસ સાથે એક એક્શન ફિલ્મમાં જોવા મળશે. ફિલ્મ 'મોહંજો દરો'થી બોલિવૂડમાં…

2 hours ago

રામલીલા મેદાનમાં દશેરાની ઉજવણી: PM મોદીએ પ્રતિકાત્મક તીર છોડી કર્યું રાવણનું દહન

નવી દિલ્હી : દેશમાં દુર્ગાપૂજાના તહેવાર નવરાત્રીની ધૂમધામથી ઉજવણી કરાયા બાદ આજે વિજયાદશમી એટલે કે દશેરાનું પર્વ ઊજવવામાં આવી રહ્યું…

4 hours ago

સચિન તેંડૂલકર સાથે ખાસ મિત્રએ કરી અચાનક મુલાકાત….

વર્લ્ડ ક્રિકેટના બે મહાન બેટ્સમેન સચિન તેંડૂલકર અને બ્રાયન લારા એકવાર ફરી એક સાથે જોવા મળ્યાં છે. વેસ્ટ ઇન્ડિંઝના આ…

4 hours ago

Jioએ લોન્ચ કરી દિવાળી ધમાકા ઓફર, 100 ટકા મળશે કેશબેક

રિલાયન્સ જિયો લોન્ચિંગ સાથે જ ધમાકેદાર ઓફર માટે જાણીતું થઇ ગયું છે. જિયો કંપનીએ સમય-સમય પર પોતાના ગ્રાહકો માટે નવી…

5 hours ago