Categories: India

મુઝફ્ફરનગર હિંસાના પ્રથમ કેસમાં અંતે ૧૦ નિર્દોષ જાહેર

મેરઠ : વર્ષ ૨૦૧૩માં ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરમાં ભડકી ઉઠેલી કોમી હિંસા સાથે સંબંધિત કેસો પૈકીના પ્રથમ મોટા કેસમાં ચુકાદો જાહેર કરવામાં આવ્યો છે. મુઝફ્ફરનગર રમખાણ અંગે તેના પ્રથમ ચુકાદામાં ૧૦ આરોપીઓને નિર્દોષ છોડી મુકવામાં આવ્યા છે. તેમના ઉપર ૧૦ વર્ષના એક બાળકની હત્યા કરવા આગનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. ૮મી સપ્ટેમ્બર ૨૦૧૩ના દિવસે જિલ્લાના લોંક ગામમાં ૩૦ વર્ષીય મહિલા અને ૧૦ વર્ષીય પુત્રની હત્યાના મામલામાં તેના ઉપર આક્ષેપો કરવામાં આવ્યા હતા.

અપર જિલ્લા જજ અરવિંદ કુમાર ઉપાધ્યાય દ્વારા તમામ આરોપીઓને પુરાવાના અભાવે  નિર્દોષ જાહેર કરતા ભાજપની છાવણીમાં ખુશીનું મોજુ ફરી વળ્યું હતું. ત્રણ વર્ષ અગાઉ બનેલા બનાવ બાદ સીટ દ્વારા રમખાણોમાં તપાસ કરવામાં આવી રહી હતી અને આ ક્રાઈમ માટે ૧૦ લોકોને જવાબદાર ઠેરવવામાં આવ્યા હતા. ફુગાના પોલીસ સ્ટેશનમાં તેમની સામે કેસ દાખલ કરવામાં આવ્યો હતો અને આરોપીઓના નામ જાહેર કરવામાં આવ્યા હતા.

આ કેસ એ વખતે દાખલ કરાયો હતો જ્યારે મુઝફ્ફરનગર સીટની પેટાચૂંટણી આડે એક સપ્તાહનો સમય હતો. આ ચુકાદો આવ્યા બાદ ભાજપને મોટો ફાયદો થયો હતો. ચુકાદો આવ્યા બાદ ભાજપની છાવણીમાં આજે રાહત દેખાઈ હતી. સામલી જિલ્લાના થાણાભવાનમાંથી ભાજપના ધારાસભ્ય અને રમખાણોમાં મુખ્ય આરોપી પૈકીના એક સુરેશ રાણાએ કહ્યું હતું કે, આ ચુકાદાથી લોકોની સમક્ષ વાસ્તવિકતા આવી ગઈ છે.

હજારો નિર્દોષ લોકોને શાસક સમાજવાદી પાર્ટી તરફથી ફસાવવાના પ્રયાસ કરવામાં આવ્યા હતા. સત્તાના દુરુપયોગનો આ દાખલો હતો. ૧૧ લોકોના નામ આરોપી તરીકે દર્શાવવામાં આવ્યા હતા. કેટલાક લોકો એવા પણ હતા. જે જિવિત પણ નથી. આ ચુકાદાની દુરગામી અસર થશે. તેમણે ઉમેર્યું હતું કે, સમાજવાદી પાર્ટીને વર્ષ ૨૦૧૭માં યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં લોકો બોધપાઠ ભણાવશે.

બીજી બાજુ રમખાણ મામલામાં પુર્નવસવાટ માટે કામ કરતા એનજીઓનું કહેવું છે કે, આ બનાવમાં એક મહિલાની હત્યા કરાઈ હતી. એક બાળકની પણ હત્યા કરાઈ હતી. આ વાસ્તવિકતા છે. આને કોઇ નકારી શકે તેમ નથી. જો આ લોકોએ કોઇ ગુનો કર્યો નથી તો કોઇએ કર્યો છે. આ ચુકાદાને પડકારશે નહીં પરંતુ કાયદાકીય વ્યવસ્થામાં તેમને વિશ્વાસ છે.

Navin Sharma

Recent Posts

સોલા સિવિલમાં પ્રાઇવેટ એમ્બ્યુલન્સ ઊભી રાખવી હોય તો હપ્તો આપવો પડશે..!

અમદાવાદ: શહેરના એસ.જી.હાઇવે પર આવેલ સોલા સિ‌વિલ હોસ્પિટલમાં પ્રાઇવેટ એમ્બ્યુલન્સ મુકવી હોય તો હપ્તો આપવો તેમ કહીને ધમકી આપતા બે…

1 day ago

વેપારીઓને ગુમાસ્તાધારાનું સર્ટિફિકેટ હવે મળશે ઓનલાઇન

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનની હદ વિસ્તારમાં આવેલી સંસ્થાઓ જેવી કે વેપારી પેઢીઓ, દુકાનો સહિતના વ્યવસાયદારો માટે સારા સમાચાર છે. તંત્રના ગુમાસ્તાધારા…

1 day ago

કરોડોના કૌભાંડમાં દીપક ઝા ચીટર વિનય શાહનો ગુરુ?

અમદાવાદ: વર્લ્ડ કલેવરેક્સ સોલ્યુશન કંપની તથા આર્ચર કેર ડીજી એલએલપી કંપનીના માલીક વિનય શાહ અને તેની પત્ની ભાર્ગવી શાહ આચરેલા…

1 day ago

મ્યુનિ. સ્કૂલબોર્ડની બલિહારીઃ સિનિયર કલાર્ક સહિતની 60 ટકા જગ્યા ખાલી

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શાળાઓમાં છેલ્લાં ચાર વર્ષમાં ૪૬ હજાર વિદ્યાર્થી ઘટ્યા છે, તેમ છતાં શાસકો શૈક્ષણિક પ્રવૃત્તિ પાછળ ધ્યાન…

1 day ago

નોઈડામાં સ્કૂલ બસ ડિવાઈડર સાથે ટકરાતાં 16 બાળકો ઘાયલ

નવી દિલ્હી: દિલ્હીના સીમાડે આવેલ નોઈડામાં રજનીગંધા અંડર પાસ પાસે આજે સવારે શાળાના બાળકોને લઈને જતી એક બસ ડિવાઈડર સાથે…

1 day ago

કોલેજિયન વિદ્યાર્થીનું તેની જ કારમાં અપહરણ કરી લૂંટી લીધો

અમદાવાદ: શહેરમાં ચોરી, લૂંટ, અપહરણ જેવી ઘટનાઓ અટકવાનું નામ જ નથી લઇ રહી ત્યારે મોડી રાતે એક વિદ્યાર્થીનું એસ.જી.હાઇવે પર…

1 day ago