Ahmedabad: એક સમયે ચમકતાં BRTSનાં બસસ્ટેન્ડ હવે મરમ્મત માગે છે…

અમદાવાદ: અમદાવાદ શહેરમાં લોકોને ઉપયોગી બને તે માટે ૧૪ ઓક્ટોબર ૨૦૦૯માં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બીઆરટીએસ બસની સેવા શરૂ કરાઇ હતી. જે લોકોને ખૂબ ઉપયોગી સાબિત થઈ છે.

જોકે હવે શહેરનાં ઘણાં બીઆરટીએસ બસ સ્ટેન્ડને મરમતની જરૂર છે.હાલમાં અનેક બીઆરટીએસ બસ સ્ટેન્ડમાં જાળીઓ તેમજ ડિસ્પ્લે તૂટવા લાગ્યા છે તો અનેક બસ સ્ટેન્ડના શેડ પણ ક્ષતિગ્રસ્ત બન્યા છે. હવે મ્યુનિસિપલ કોર્પોરેશનના જનમાર્ગ વિભાગે બીઆરટીએસ બસ સ્ટેન્ડની સમારકામ કરવાની જરૂર છે.

જનમાર્ગ વિભાગ દ્વારા મુસાફરોને સુવિધા આપવા માટે અનેક વખત પ્રયાસ કરવામાં આવે છે અને હવે ૧ સપ્ટેમ્બરથી કેશલેસ સુવિધા શરૂ કરવા જઈ રહ્યાે છે, જેમાં મુસાફરને ઇટીએમ દ્વારા ટિકિટ આપવામાં આવશે .તેમજ બીઆરટીએસ સ્ટેન્ડમાં ફ્રી વાઇ ફાઇની સુવિધા શરૂ કરવામાં આવી છે.

શહેરનાં તમામ બસ સ્ટેન્ડમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે પણ તેમાં પણ મોટા ભાગના કેમેરા બંધ હાલતમાં જોવા મળે છે ત્યારે બીઆરટીએસ બસ હોય કે બસ સ્ટેન્ડ કોર્પોરેશન મેન્ટેનન્સ કરવામાં નિષ્ફળ ગયું છે, જેના કારણે ઘણાં બીઆરટીએસ સ્ટેન્ડની હાલત બિસ્માર જોવા મળે છે.

હાલમાં સારંગપુરથી લાલ દરવાજા સુધી તેમજ આરટીઓ રોડથી અખબારનગર તેમજ નારોલથી નરોડા રોડ સુધીનાં બીઆરટીએસ સ્ટેન્ડમાં જાળીઓ તૂટેલી, જાહેરાત માટેનાં ડિસ્પ્લે તૂટેલાં જોવા મળે છે. સ્ટેન્ડનાં શેડ પવનમાં ઊડી જાય છે તેમજ સ્ટેન્ડના કાચ પણ બિસ્માર હાલતમાં જોવા મળે છે.

મુસાફરોએ અનેક વખત કોર્પોરશનના અધિકારીને ફરિયાદ કરીને જાણ કરી છે. તેમ છતાં કોઈ પણ પ્રકારનું મેન્ટેનન્સ કરવામાં આવતું નથી.

કોર્પોરેશનના સૂત્રોએ જણાવ્યું છે કે બીઆરટીએસ બસ સ્ટેન્ડના સમારકામ માટે ટેન્ડરો બહાર પાડી દેવામાં આવ્યાં છે. થોડા સમયમાં જ બીઆરટીએસ બસ સ્ટેશનનું સમારકામ ચાલુ થઈ જશે. ઉલ્લેખનીય છે કે લાખો રૂપિયાનો ધુમાડો કરી બસ સ્ટેન્ડ પણ બનાવાયાં, પરંતુ તેની યોગ્ય જાળવણી કરવામાં આવે તેવી લોકોની માગણી છે.

divyesh

Recent Posts

સોલા સિવિલમાં પ્રાઇવેટ એમ્બ્યુલન્સ ઊભી રાખવી હોય તો હપ્તો આપવો પડશે..!

અમદાવાદ: શહેરના એસ.જી.હાઇવે પર આવેલ સોલા સિ‌વિલ હોસ્પિટલમાં પ્રાઇવેટ એમ્બ્યુલન્સ મુકવી હોય તો હપ્તો આપવો તેમ કહીને ધમકી આપતા બે…

1 day ago

વેપારીઓને ગુમાસ્તાધારાનું સર્ટિફિકેટ હવે મળશે ઓનલાઇન

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનની હદ વિસ્તારમાં આવેલી સંસ્થાઓ જેવી કે વેપારી પેઢીઓ, દુકાનો સહિતના વ્યવસાયદારો માટે સારા સમાચાર છે. તંત્રના ગુમાસ્તાધારા…

1 day ago

કરોડોના કૌભાંડમાં દીપક ઝા ચીટર વિનય શાહનો ગુરુ?

અમદાવાદ: વર્લ્ડ કલેવરેક્સ સોલ્યુશન કંપની તથા આર્ચર કેર ડીજી એલએલપી કંપનીના માલીક વિનય શાહ અને તેની પત્ની ભાર્ગવી શાહ આચરેલા…

1 day ago

મ્યુનિ. સ્કૂલબોર્ડની બલિહારીઃ સિનિયર કલાર્ક સહિતની 60 ટકા જગ્યા ખાલી

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શાળાઓમાં છેલ્લાં ચાર વર્ષમાં ૪૬ હજાર વિદ્યાર્થી ઘટ્યા છે, તેમ છતાં શાસકો શૈક્ષણિક પ્રવૃત્તિ પાછળ ધ્યાન…

1 day ago

નોઈડામાં સ્કૂલ બસ ડિવાઈડર સાથે ટકરાતાં 16 બાળકો ઘાયલ

નવી દિલ્હી: દિલ્હીના સીમાડે આવેલ નોઈડામાં રજનીગંધા અંડર પાસ પાસે આજે સવારે શાળાના બાળકોને લઈને જતી એક બસ ડિવાઈડર સાથે…

1 day ago

કોલેજિયન વિદ્યાર્થીનું તેની જ કારમાં અપહરણ કરી લૂંટી લીધો

અમદાવાદ: શહેરમાં ચોરી, લૂંટ, અપહરણ જેવી ઘટનાઓ અટકવાનું નામ જ નથી લઇ રહી ત્યારે મોડી રાતે એક વિદ્યાર્થીનું એસ.જી.હાઇવે પર…

1 day ago