અનંતનાગમાં લશ્કરનો એક આતંકી ઠારઃ ત્રણ ઘેરાયાઃ એન્કાઉન્ટર જારી

શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં સેના અને એસઓજીના સંયુકત ઓપરેશનમાં એક અથડામણમાં સુરક્ષાદળોએ લશ્કર-એ-તોયબાના એક આતંકવાદીને ઢાળી દીધો છે. ક્રોસ ફાયરિંગમાં એક સ્થાનિક નાગરિક પણ ઘાયલ થયો છે. આતંકીની લાશ ઘટનાસ્થળેથી મળી આવી છે.

હજુ પણ ત્રણ આતંકીઓ છુપાયા છે અને સેનાએ તેમને ઘેરી લીધા છે. આ લખાઇ રહ્યું છે ત્યારે અથડામણ જારી છે. દરમિયાન સુરક્ષાની દૃષ્ટિએ અનંતનાગમાં ઇન્ટરનેટ સેવાઓ સ્થગિત કરી દીધી છે.

અનંતનાગના કોકેરનાગમાં આતંકીઓ છુપાયા હોવાની બાતમી મળ્યા બાદ સુરક્ષાદળોએ આજે વહેલી સવારે મોટું ઓપરેશન હાથ ધર્યું હતું. સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ (એસઓજી)ના કમાન્ડો, સ્થાનિક પોલીસ અને સીઆરપીએફના જવાનો પણ સેનાના આ સંયુક્ત સર્ચ ઓપરેશનમાં જોડાયા છે.

સુરક્ષાદળોએ ચારે તરફથી આતંકીઓને ઘેરી લીધા ત્યારે તેમણે અચાનક ફાયરિંગ શરૂ કરી દીધું હતું. સેનાએ પણ આતંકીઓના ફાયરિંગનો જોરદાર વળતો જવાબ આપ્યો હતો. સેનાનાં સૂત્રોના જણાવ્યા અનુસાર એન્કાઉન્ટર ચાલી રહ્યું છે અને હાલ સમગ્ર વિસ્તારમાં ઈન્ટરનેટ બંધ કરી દેવામાં આવ્યું છે.

કાશ્મીર ‍ખીણમાં ‌િસરિયલ કિલિંગની દહેશત: આતંકીઓએ વન અધિકારીની ગોળી મારી હત્યા કરી જમ્મુ-કાશ્મીરના બારામુલા જિલ્લામાં ગત રાત્રે આતંકીઓએ વન વિભાગના એક અધિકારીની ગોળી મારી હત્યા કરી હતી. આતંકી હુમલાની આ ઘટના બારામુલા જિલ્લાના ટનમાર્ગ નજીકના કુંજર વિસ્તારમાં બની હતી.

ગંભીર રીતે ઘવાયેલા વન અધિકારી તારિક અહમદ મલિકનું મોત નીપજ્યું હતું. આ હુમલા બાદ સુરક્ષાદળોએ ઘટનાસ્થળે પહોંચીને સમગ્ર વિસ્તારને ઘેરી લઈ મોડી રાત સુધી ફાયરિંગ કર્યું હતું.

પોલીસ પ્રવક્તાના જણાવ્યા અનુસાર અજાણ્યા હુમલાખોરોએ ગત રાત્રે કુંજર વિસ્તારમાં રહેતા વન અધિકારી તારિક અહમદ મલિકના ઘર પર હુમલો કર્યો હતો. આ હુમલા દરમિયાન આતંકીઓએ મલિક પર અનેક ગોળીઓ છોડી હતી.

આ આતંકીઓ ત્રાસવાદી સંગઠન લશ્કર-એ-તોઈબાના હોવાની માહિતી સેનાને મળી છે. આ હુમલા પાછળ તોઈબાના આતંકી યુસુફ ડાર ઉર્ફે કંટરુનો હાથ હોવાની વાત પણ સામે આવી છે. ઉલ્લેખનીય છે કે કાશ્મીર ઘાટીમાં છેલ્લા ૪૮ કલાકમાં આતંકીઓએ કરેલી આ પાંચમી હત્યા છે.

divyesh

Recent Posts

હ્યુન્ડાઇની ફર્સ્ટ ઇલેક્ટ્રિક કાર “કોના” ટૂંક સમયમાં કરાશે લોન્ચ

હ્યુન્ડાઇએ પોતાની ઇલેક્ટ્રિક કારને 2018 ઓટો એક્સપોમાં રજૂ કરી હતી. જ્યાર બાદ આનાં લોન્ચ થવા પાછળનાં અનેક અનુમાનો લગાવવામાં આવી…

30 mins ago

મોદી સરકારનો સૌથી મોટો નિર્ણય, ત્રિપલ તલાક પર અધ્યાદેશને મંજૂરી

ન્યૂ દિલ્હીઃ મોદી સરકારે મુસ્લિમ મહિલાઓને ત્રિપલ તલાકમાંથી મુક્તિ અપાવવાનું બીડું ઝડપી લીધું છે. ત્રિપલ તલાકને ગુનાકીય શ્રેણીમાં લાવવા માટે…

1 hour ago

મારામાં આવેલા પરિવર્તનને લોકો સમજેઃ સની લિયોન

સની લિયોનની જિંદગી પર બનેલી વેબ સિરીઝ 'કરનજિત કૌર' ખૂબ જ પસંદ કરવામાં આવી રહી છે. તેના બીજા ભાગને લઇને…

1 hour ago

ક્રૂડના આકાશે આંબતા ભાવ તથા રૂપિયાના ધોવાણથી ભારતનું અર્થતંત્ર ભીંસમાં

આપણો રૂપિયો ગાડાના પૈડા જેવો હતો તે તો બહુ દૂરના ભૂતકાળની વાત છે પણ અત્યારે રૂપિયો જે રીતે ગગડી રહ્યો…

2 hours ago

બેઅર ગ્રિલ્સ સાથે ‘વાઇલ્ડ’ બન્યો ફેડરરઃ માછલીની આંખ ખાધી

બર્ન (સ્વિટ્ઝર્લેન્ડ): વિશ્વ પ્રસિદ્ધ એડવેન્ચર લવર અને બેસ્ટ સેલર લેખક બેઅર ગ્રિલ્સ ડિસ્કવરી ચેનલ ઇન્ડિયા પર હવે 'રનિંગ વાઇલ્ડ વિથ…

2 hours ago

ભારતમાં દર બે મિનિટે ત્રણ નવજાત શિશુનાં થાય છે મોત

નવી દિલ્હી: નવજાત બાળકોના મોતને લઇને સંયુકત રાષ્ટ્ર સંઘનો એક ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો છે. આ રિપોર્ટ અનુસાર ભારતમાં દર…

2 hours ago