Categories: World

વોશિંગ્ટનમાં સ્પીડ ટ્રેન પાટા પરથી ખસી જતાં 6ના મોત, 100થી વધુ ઘાયલ

અમેરિકાના વોશિંગ્ટન પ્રાંતના ડ્યૂ પોન્ટમાં એક ટ્રેન પાટા પરથી ઊતરી પડતાં ઓછામાં ઓછા છ લોકોનાં મોત થયાં છે અને અસંખ્ય લોકો ઘાયલ થયા છે. ઓવરપાસ પરથી પસાર થઇ રહેલ એમટ્રેક ટ્રેન પાટા પરથી નીચે ઊતરી જવાના કારણે આ દુર્ઘટના સર્જાઇ હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે એમટ્રેક પ્રવાસી ટ્રેન પોતાની પ્રથમ યાત્રાએ હતી. દુર્ઘટના એટલી ભયાનક હતી કે ટ્રેનનો એક ભાગ બ્રિજ પરથી પડીને નીચે હાઇવે પર ગબડી પડ્યો હતો.

પ્રારંભિક અહેવાલો અનુસાર આ દુર્ઘટનામાં કેટલાય લોકોનાં મોત થયાંની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે આ દુર્ઘટનામાં ઘાયલ થયેલા ૧૦૦થી વધુ લોકોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. ઘાયલ થયેલા પ્રવાસીઓમાંથી કેટલાય લોકોની હાલત ગંભીર હોવાનું જણાવાય છે.

વોશિંગ્ટનમાં સીએટલથી લગભગ ૬૪ કિ.મી. દૂર આ દુર્ઘટના સ્થાનિક સમય પ્રમાણે સવારે ૮-૦૦ કલાકે ઘટી હતી. ટ્રેનના ડબાઓ ઓવરપાસ પરથી નીચેે ગબડતી વખતે હાઇવે પર પસાર થઇ રહેલી કેટલીયે ગાડીઓ તેની ઝપટમાં આવી ગઇ હતી. અકસ્માતનું કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી.

સ્થાનિક શેરીફ કાર્યાલયના પ્રવક્તા એડ ટ્રોયરે જણાવ્યું હતું કે ટ્રેન પાટા પરથી ઊતરી જવાના કારણે કેટલાય લોકોનાં મોત થયાં છે, જોકે તેમણે મૃતકોની સંખ્યા જણાવી નહોતી. ટ્રેન પાટા પરથી નીચે ઊતરી ગયા બાદ કેટલાય પ્રવાસીઓને ટ્રેનની બારીઓ તોડીને બહાર કાઢવામાં આવ્યા હતા.

‌સીએટલથી પોર્ટલેન્ડ જતી પ૦૧ નંબરની આ એમટ્રેક ટ્રેનના ડબા ઓવરબ્રિજ પરથી નીચે ગબડતાં તેની ઝપટમાં નીચે હાઇવે પરથી પસાર થઇ રહેલ કે બે ટ્રક સહિત સાત વાહન આવી જતાં દુર્ઘટના ઘણી ભીષણ હતી અને નીચે ઝપટમાં આવેલાં વાહનોમાં મોજૂદ લોકોની હાલત અંગે હજુ કોઇ સમાચાર મળતા નથી.

અધિકારીઓએ જણાવ્યું હતું કે ટ્રેનના તમામ ડબાની તલાશી લેવામાં આવી હતી. તેમણે મૃતકોની સંખ્યામાં વધારો થવાની શક્યતાને નકારી કાઢી હતી. રેલવે યાત્રી ક્રિસ ક્રોન્સે જણાવ્યું હતું કે તે જે ડબામાં સવાર હતો તે ડબો નીચે લટકી ગયો હતો અને ટ્રેનના ઉપરના છાપરા પરથી પાણી પણ અંદર ઘૂસી ગયું હતું. અમે ઇમર્જન્સી વિન્ડો તોડીને બહાર આવ્યા હતા.

Navin Sharma

Recent Posts

ઘેર બેઠા બનાવો ટેસ્ટી અને પૌષ્ટિક આઇટમ ફ્રૂટ લસ્સી

સૌ પ્રથમ તમારે ફ્રુટ લસ્સી બનાવવા માટે આપે ઢગલાબંધ સિઝનેબલ ફળોનો ઉપયોગ કરવો પડશે. તમને આજે અમે ફ્રૂટ લસ્સી કઈ…

4 hours ago

ભગવાન શિવ બાદ રામની શરણે રાહુલ ગાંધી, જઇ શકે છે ચિત્રકૂટ

ન્યૂ દિલ્હીઃ તાજેતરમાં જ થોડાંક દિવસો પહેલાં જ માનસરોવર યાત્રાએથી પરત ફરેલ કોંગ્રેસનાં અધ્યક્ષ રાહુલ ગાંધી હવે ભગવાન રામની શરણે…

5 hours ago

રાજકોટ ખાતે વડોદરા PSIનાં આપઘાત મામલે કરણીસેનાનો ઉગ્ર વિરોધ

રાજકોટઃ વડોદરાનાં પોલીસ સબ ઈન્સ્પેક્ટર અજયસિંહ જાડેજાનાં આપઘાત મામલે કરણીસેનાએ ઉગ્ર વિરોધ કર્યો હતો. ગ્રીનલેન્ડ ચોકડી પાસે ચક્કાજામ કરીને કરણીસેનાએ…

6 hours ago

અમદાવાદ સહિત રાજ્યભરમાં મેઘરાજાનું ધમાકેદાર આગમન, લોકોને ગરમીથી રાહત

ગુજરાતઃ ઓરિસ્સામાં હાહાકાર મચાવ્યાં બાદ 'ડેઈ તોફાને' હવે દેશનાં અન્ય રાજ્યોને પણ પોતાની લપેટમાં લઇ લીધાં છે. ત્યારે ડેઈ તોફાનને…

8 hours ago

સુરતઃ પાકિસ્તાનનાં PM ઇમરાન ખાનનાં પુતળાનું કોંગ્રેસ દ્વારા જાહેરમાં દહન

સુરતઃ શહેરમાં પાકિસ્તાન પીએમ ઈમરાન ખાનનાં પુતળાનું દહન કરવામાં આવ્યું છે. કોંગ્રેસ દ્વારા પૂતળાનાં દહનનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરતનાં…

9 hours ago

વડોદરાઃ ડભોઇ ખાતે બે ટ્રકો સામસામે અથડાતાં એકનું મોત, ત્રણને બહાર કઢાયાં

વડોદરાઃ ડભોઈ તાલુકા અંબાવ ગામ નજીક બે ટ્રકો સામસામે ભટકાતાં ઘટના સ્થળે જ એકનું મોત નિપજ્યું હતું જ્યારે અન્ય ૩…

9 hours ago