ઝગમગ ઝગમગ થતો અનેરો આસો

[:en]Aaso month is the symbol of worship Shardiya Navratri is from Sud Akam to Sud Nom. Devotees of Goddesses worships and take the blessings in these nine days. Though other also gets blessings by worshiping their God. All days are same but some days have their own importance and therefore devotees succeeded on these days. If you want Shivji’s blessings than you are suppose to worship him on Monday or entire Shravan Mas or on every Vad Teras of months worship him and then see the miracles, how your work gets success?

Aaso Mas is in Nakshatri Mas. Our every month has name from some Nakshtra. Kartak from Kutrika, Magshar is from Mrugshirsh, Posh from Pushpa, Mha from Megha, Phagan from Pu.Phalguni, Chaitraa from Chitra, Vaishak from Vishakha, Jeth from Jayeshth, Ashadh from Purvashadha, Shravan from Shrvan, Bhadrvo from Purvabhadvpad and Aaso from Ashvini. Aaso means the great light of Aero. During this month you will see everywhere light, light, light.

You will see Mandvdi of Garba everywhere from Nom to Aaso Sud Dasham or Vijyadashmi. Almost everywhere you will see lightning systems. You will not see the darkness of night in small –small electrical series. Where somewhere till Sarad Punam Garba being played so you would not see darkness anywhere. Aaso Vad Agiyaras means Rama Akadashi, Vad Baras means Vaghbaras, Vad Teras means Dhanteras, Mohpamandti Kalratri means KaliChaudas Vad or the last day of Aaso, Vad Amas means Diwali plenty of fireworks or you will see that every home is fighting with darkness. Therefore it has been said that Aaso means removal of darkness from everywhere and spreading lights everywhere. Aaso has nine Navratri, Dashera on dasham, Akadashi, Shay Pujan, Rama Akadashi, Vaghbarash, Dhanteras, Kalichaudas and such great days are like Diwali come in Aaso therefore it is also considered as Mahamas (great month). With the arrival of Aaso every heart gets ready to welcome a new year from the heart and waits for new days and new year. According to a myth Aaso mas is considered as the form of light because Andhkarshur was destroyed on Aaso Mas.

Shastri Himanshu Vyash.[:de]આસો માસ એટલે ભક્તિનું પ્રતીક આસો સુદ એકમથી આસો સુદ નોમ સુધી શારદીય નવરાત્રિ હોય છે. આ નવ દિવસ માની ભક્તિ કરનારા પોતાના ઈષ્ટ પ્રયાસથી માની ભક્તિ કરી તેમની કૃપા મેળવે છે. તો અન્ય ઉપાસકો પણ આ નવ દિવસ તેમના ઈષ્ટની ઉપાસના કરી તેનું શ્રેષ્ઠ ફળ મેળવે છે. દિવસ તો બધાય શ્રેષ્ઠ હોય છે છતાં અમુક દિવસનું આગવું મહત્ત્વ હોવાથી જે તે દિવસે કરેલ કાર્ય સફળ થાય છે. જો તમારે શિવજીની પ્રસન્નતા મેળવવી હોય તો સોમવાર અથવા આખો શ્રાવણ પસંદ કરો અથવા દર માસની વદ તેરશને પસંદ કરી તે દિવસે શિવપૂજન કરો જુઓ પછી ચમત્કાર. તમારું કાર્ય કેવું સિદ્ધ તથા સફળ થાય છે તે?
અશ્વિની નક્ષત્રમાં આસો માસ હોય છે. આપણા દરેક માસનું નામ જે તે નક્ષત્ર ઉપરથી પડ્યું છે. કૃતિકા ઉપરથી કારતક, મૃગશીર્ષ ઉપરથી માગશર, પુષ્પ ઉપરથી પોષ, મઘા ઉપરથી મહા, પૂ.ફાલ્ગુની ઉપરથી ફાગણ, ચિત્રા ઉપરથી ચૈત્ર, વિશાખા ઉપરથી વૈશાખ, જયેષ્ઠા ઉપરથી જેઠ, પૂર્વાષાઢા ઉપરથી અષાઢ, શ્રવણ ઉપરથી શ્રાવણ, પૂર્વાભાદ્રપદ ઉપરથી ભાદરવો તથા અશ્વિની ઉપરથી આસો. આસો એટલે પ્રકાશથી ઝળહળ થતો અનેરો માસ. આ માસ દરમિયાન તમને સર્વત્ર પ્રકાશ, પ્રકાશ, પ્રકાશ જોવા મળશે.
આસો સુદ એકમથી આસો સુદ નોમ તથા આસો સુદ દશમ અર્થાત્ વિજ્યાદશમી સુધી તમને ઠેર ઠેર ગરબાની માંડવડી જોવા મળશે. લગભગ દરેક ચોગાનમાં તમને પુષ્કળ લાઈટિંગની વ્યવસ્થા જોવા મળશે. નાની નાની ઈલેક્ટ્રિ સિરિઝથી તમે રાતના અંધકારને ક્યાંય જોશો નહીં. વળી, ઘણી જગ્યાએ છેક શરદ પૂનમ સુધી ગરબા થતા હોવાથી તમને ક્યાંય અંધકાર જોવા નહીં મળે. વળી આસો વદ અગિયારશ એટલે કે રમા એકાદશી, વદ બારશ એટલે કે વાઘબારશ, વદ તેરશ એટલે ધનતેરશ, મોહ પમાડતી કાળરાત્રિ કાળી ચૌદશ વદ ચૌદશે તથા આસોનો અંતિમ દિવસ આસો વદ અમાસ એટલે કે દિવાળી પુષ્કળ ફટાકડા તથા દીપમાળાઓથી લગભગ દરેક ઘર અંધકારને ભગાડતું તમને નજરે આવશે. આથી, કહી શકાય કે આસો એટલે અંધકારને દૂર કરી સર્વત્ર ઉજાશ ફેલાવનાર પવિત્ર માસ. આસો માસ દરમિયાન નવ નવરાત્રિ, દશમે દશેરા, એકાદશી, શય પૂજન, રમા એકાદશી, વાઘબારશ, ધનતેરશ, કાળી ચૌદશ અને દિવાળી જેવા મોટા દિવસો હોવાથી આસો માસ મહામાસ તરીકે પણ ઓળખાય છે. આસો આવતાં જ લગભગ દરેક હૈયું નવા દિવસોનું સ્વાગત કરવા તલપાપડ બની વર્ષના અંતિમ માસને તન, મન, ધનથી વધાવે છે અને નવા દિવસોનો, નવા વર્ષનો ઈંતેજાર કરે છે. એક કથા મુજબ આસો માસના વદ અમાસે અંધકાસુરનો નાશ થવાથી સમગ્ર માસ પ્રકાશનું પર્વ કહેવાય છે.

• શાસ્ત્રી હિમાંશુ વ્યાસ[:]

You might also like