ACBના સ્પેશિયલ ડાયરેક્ટરે ટ્વિટ કરી સુષમા સ્વરાજની મદદ માગી

અમદાવાદ: વર્ષ ૧૯૮૬ની બેચના ગુજરાત કેડરના આઈપીએસ અને ગુજરાત એન્ટિકરપ્શન બ્યૂરોના સ્પેશિયલ ડાયરેક્ટર કેશવકુમારે ગત રાત્રે વિદેશ પ્રધાન સુષમા સ્વરાજને ટ્વિટ કરી સ્વિટ્ઝર્લેન્ડમાં રહેતા પોતાના મોટા ભાઈ અને તેમનાં પત્નીની મદદ માગી હતી. સ્વિટ્ઝર્લેન્ડમાં બરફમાં તેમનાં ભાભી ફસડાઈ પડતાં ફ્રેક્ચર થયું હતું અને સ્થાનિક મદદ ન મળતી હોવાથી ટ્વિટ કર્યું હતું.

મળતી માહિતી મુજબ ગત રાત્રે ૯.૩૦ની આસપાસ ગુજરાત કેડરના આઈપીએસ અને એસીબીના સ્પેશિયલ ડાયરેક્ટર કેશવકુમાર દ્વારા સુષમા સ્વરાજને ટ્વિટ કરવામાં આવ્યું હતું, જેમાં તેમણે જણાવ્યું હતું કે તેમના મોટા ભાઈ અશોકકુમાર અને તેમનાં પત્ની રીટાદેવી સ્વિટ્ઝર્લેન્ડમાં રહે છે. થોડા કલાક પહેલાં તેમનાં ભાભી બરફમાં ફસડાઈ પડતાં તેમના પગમાં ફ્રેક્ચર થયું છે.

ઈન્ટરબેકનની ઈન્ટરબેકન હોસ્પિટલમાં હાલમાં તેઓની સારવાર ચાલી રહી છે. તેઓ એકલાં છે અને ત્યાંના સ્થાનિકની મદદ નથી મળી રહી નથી. ત્યાંના સ્થાનિકની મદદ મળે તેમ તેમણે જણાવ્યું હતું. તેમના પરિવારને મદદ પહોંચાડવા માટે કરાયેલા ટ્વિટ બાદ કેશવકુમારે ‘સમભાવ મેટ્રો’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે તેમના પરિવારને મદદ મળી ગઈ છે.

http://sambhaavnews.com/

You might also like