Asian Games: શૂટર અપૂર્વી-રવિએ ભારતને અપાવ્યો બ્રોન્ઝ મેડલ

એશિયન ગેમ્સ 2018માં ભારતે પહેલો મેડલ પ્રાપ્ત કર્યો છે. 10 મીટર એર રાઇફલ મિકસ્ડ ટીમ ઇવેન્ટમાં ભારતની અપૂર્વી ચંદેલા અને રવિ કુમારની જોડીએ બ્રોન્ઝ મેડલ જીત્યો છે. ફાઇનલમાં ભારતીય જોડીએ 429.9 સ્કોર બનાવ્યો હતો.

આ સ્પર્ધામાં ગોલ્ડ પદક ચીની તાઇપેની જોડીએ 494.1 પોઇન્ટ (એશિયન ગેમ્સ રેકોર્ડ) સાથે જીત્યો હતો. ગેમ્સમાંથી બહારનો રસ્તો જોઇ રહેલી ચીનની ટીમે શાનદાર વાપસી કરતાં 492.5 પોઇન્ટ પ્રાપ્ત કરી રજત પદક મેળવ્યો હતો.

ભારતના અનુભવી પહેલવાન અને બે વખતના ઓલિમ્પિક મેડલ મેળવનાર સુશીલ કુમાર મેન્સની 74 કિલોગ્રામ સ્પર્ધાના ક્વોલિફિકેશન રાઉન્ડમાં પરાજયનો સામનો કરવો પડ્યો હતો.

કબડ્ડીમાં મહિલા અને મેન્સની ટીમ જીતી
ભારતીય મહિલા કબડ્ડી ટીમે પોતાના અભિયાનનો જીત સાથે પ્રારંભ કર્યો. ભારતીય ટીમે ગ્રુપ-એમાં રમાયેલ મેચમાં જાપાનને 43-12માં પરાજય આપ્યો હતો. એવામાં ભારતીય મહિલા કબડ્ડી ટીમે એશિયાઇ રમતમાં ગોલ્ડ મેડલની હેટ્રિક લગાવવા વિજયી પ્રારંભથી કર્યો.

તેની સિવાય ભારતીય મેન્સ કબડ્ડી ટીમે પૂલ એની મહત્વની સરળ મેચમાં બાંગ્લાદેશને 50-21થી પરાજય આપ્યો. કબડ્ડીની બંને ટીમો પાસેથી ગોલ્ડ મેડલની આશા રાખવામાં આવી રહી છે.

મહિલાઓની ટ્રૈપ શૂટિંગ ઇવેન્ટમાં ભારતની શ્રેયસી સિંહ અને સીમા તોમરે ફાઇનલમાં જગ્યા નક્કી કરી લીધી છે. ભારતના 17 વર્ષના સ્વીમર શ્રીહરિ નટરાજે સારી શરૂઆત કરતાં મેન્સની 100 મીટર બેકસ્ટ્રોક સ્પર્ધાની ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. ભારતીય મહિલા બાસ્કેટબોલ ટીમ ચીની તાઇપે વિરુધ્ધ 61-84થી હારનો સામનો કરવો પડ્યો છે. ભારતીય સ્વીમર સજન પ્રકાશ મેન્સની 200 મટીર બટરફલાય સ્પર્ધામાં ફાઇનલ જગ્યા બનાવી લીધી છે.

You might also like