Asiad: ભારતીય હોકી ટીમનો વર્લ્ડ રેકોર્ડઃ અત્યાર સુધીમાં 76 ગોલ કર્યા

જાકાર્તાઃ ભારતીય હોકી ટીમે એશિયન ગેમ્સની ગ્રૂપ મેચમાં શ્રીલંકન ટીમને ૨૦-થી કચડી નાખી. ભારતીય ટીમ ગ્રૂપમાં ટોચ પર છે અને સેમિફાઇનલમાં હવે મલેશિયા સામે ટકરાશે. ભારતીય હોકી ટીમ એશિયન ગેમ્સમાં અત્યાર સુધીમાં કુલ ૭૬ ગોલ કરી ચૂકી છે.

આ ૧૧૦ વર્ષના ઇતિહાસમાં કોઈ આંતરરાષ્ટ્રીય ટૂર્નામેન્ટમાં એક ટીમ દ્વારા કરવામાં આવેલા સૌથી વધુ ગોલ છે. ૧૯૦૮ના ઓલિમ્પિક રમતોત્સવથી હોકી ટૂર્નામેન્ટની શરૂઆત થઈ હતી.

આ મામલામાં પાછલો રેકોર્ડ આર્જેન્ટિનાના નામે હતો, જેણે ૨૦૦૪ની પેન અમેરિકન ગેમ્સમાં ૬૮ ગોલ કર્યા હતા. ભારતીય ટીમ આ પહેલાં ૨૦૦૭ના એશિયા કપમાં પણ ૨૦-થી શ્રીલંકાને હરાવી ચૂકી છે.

ગઈ કાલે શ્રીલંકા સામે રમાયેલી મેચમાં ભારત તરફથી આકાશદીપસિંહે છ ગોલ ફટકાર્યા હતા. રૂપીન્દર પાલસિંહ, હરમનપ્રીતસિંહ, મનદીપસિંહે ત્રણ-ત્રણ ગોલ કર્યા હતા. હરમનની આ ૨૦૦મી આંતરરાષ્ટ્રીય મેચ હતી. લલિત ઉપાધ્યાયે બે, વિવેક સાગર, અમિત રોહિદાસ અને દિલપ્રીતસિંહે એક-એક ગોલ કરીને પોતાનું યોગદાન આપ્યું હતું.

You might also like