અમેરિકામાં હિમવર્ષાથી ક્રૂડ બજાર ગરમ

અમદાવાદ: ક્રૂડની માગમાં ઉછાળો જોવાયો છે. અમેરિકાના કેટલાક પ્રદેશોમાં જોવા મળેલી ભારે બરફ વર્ષાના કારણે ક્રૂડની માગમાં ઉછાળો નોંધાયો છે. એ જ દિવસમાં ક્રૂડમાં નવ ટકાથી વધુનો ઉછાળો નોંધાયો છે. નાયમેક્સ ક્રૂડ ૦.૨૨ ટકાના સુધારે ૩૨.૨૬ ડોલર પ્રતિ બેરલની સપાટીએ જોવા મળ્યું છે, જ્યારે બ્રેન્ટ ક્રૂડ ૦.૩૦ ટાના સુધારે ૩૩ ડોલર પ્રતિ બેરલની સપાટીએ પહોંચી ગયું છે, જોે આ સુધારો કેટલો મજબૂત છે તે અંગે આશંકા સેવાઇ રહી છે.

જાણકારોના જણાવ્યા પ્રમાણે વૈશ્વિક ક્રૂડનો પુરવઠો ઊંચો છે, જેથી ટૂંકા ગાળા માટે ભલે સુધારા તરફી ચાલ નોંધાઇ હોય, પરંતુ મધ્યમ સમયગાળામાં ક્રૂડના ભવમાં નરમાઇ જોવાઇ શકે છે.

દરમિયાન વૈશ્વિક બજારમાં ક્રૂડના ઊંચા ભાવને કારણે સ્થાનિક બજારમાં પાછલા કેટલાય સમયથી પેટ્રોલ ડીઝલના ભાવમાં જે ઘટાડા તરફી ચાલ જોવા મળી હતી તેમાં અટકાવ આવી શકે તેમ છે.

You might also like