વૈશ્વિક શેરબજાર રેડ ઝોનમાં ખૂલ્યા, સિમેન્ટના શેર ઉછળ્યા

આજે અમેરિકી સહિત એશિયાનાં મોટા ભાગનાં શેરબજાર રેડ ઝોનમાં ખૂલ્યાં હતાં. યુએસ બોન્ડ્સમાં ચીનની ખરીદી બંધ કરાઇ હોવાના સમાચારના પગલે અમેરિકી શેરબજાર છેલ્લે ઘટાડે બંધ થયું હતું. ડાઉ જોન્સ ઇન્ડેક્સ ૧૬ પોઇન્ટના ઘટાડે ૨૫,૩૬૯, જ્યારે નાસ્ડેક ઇન્ડેક્સ ૧૦ પોઇન્ટના ઘટાડે ૭,૧૫૩ પોઇન્ટના મથાળે બંધ થયો હતો. એસએન્ડપી ૫૦૦ ઇન્ડેક્સ પણ ત્રણ પોઇન્ટના ઘટાડે ૨,૭૪૮ પોઇન્ટની સપાટીએ બંધ થયો હતો. એ જ પ્રમાણે એશિયાનાં મોટા ભાગનાં શેરબજાર આજે શરૂઆતે નીચા ગેપથી ખૂલ્યાં હતાં.

સિમેન્ટ પર આયાત ડ્યૂટી લાગે તેવી શક્યતા પાછળ શેર ઊછળ્યા
સ્થાનિક સિમેન્ટ કંપનીઓને રાહત મળે તેવા સમાચાર છે કે સરકાર બજેટમાં સિમેન્ટ પર આયાત ડ્યૂટી લાદી શકે છે. સરકારે તાજેતરમાં પેટ કોક પર આયાત ડ્યૂટી ૨.૫ ટકાથી વધારીને ૧૦ ટકા કરી દીધી છે. સિમેન્ટ ઇન્ડસ્ટ્રીઝમાં પેટ કોકનો ઉપયોગ કાચા માલ તરીકે કરવામાં આવે છે. સિમેન્ટની આયાત સસ્તી પડી રહી છે. સ્થાનિક કંપનીઓને મુશ્કેલી પડી રહી છે, જેના પગલે કંપનીઓ ૨૦ ટકા સુધી આયાત ડ્યૂટી લાદવાની માગ કરી રહી છે. સિમેન્ટ પર આયાત ડ્યૂટી લાદી શકે છે. આજે  સિમેન્ટ કંપનીના શેરમાં સુધારાની ચાલ નોંધાતી જોવા મળી હતી.

કંપનીનું નામ         ટકાવારીમાં વધારો          આજનો શરૂઆતનો ભાવ
અલ્ટ્રાટેક સિમેન્ટ             ૦.૨૧                           રૂ. ૪,૪૦૨.૪૫
શ્રી સિમેન્ટ્સ                   ૦.૯૫                           રૂ. ૧૯,૬૬૦.૦૦
એસીસી                          ૦.૦૪                           રૂ. ૧,૮૧૨.૫૫
જેકે સિમેન્ટ                    ૦.૬૬                            રૂ. ૧,૧૬૦.૦૦
પ્રિઝમ સિમેન્ટ               ૦.૬૬                            રૂ. ૧૩૭.૨૫
જેકે લક્ષ્મી સિમેન્ટ         ૨.૪૯                            રૂ. ૪૫૬.૬૫
ઉદેપુર સિમેન્ટ              ૬.૮૦                            રૂ. ૩૩.૦૦
ગુજરાત સિદ્ધિ સિમેન્ટ   ૩.૩૧                            રૂ. ૩૯.૦૦

You might also like