Asia Cup: ભારતીય ટીમની જાહેરાત, વિરાટ કોહલીને અપાયો આરામ

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ) દ્વારા સંયુક્ત અરબ અમીરાતમાં યોજાનારા એશિયા કપ માટે 16 સભ્યોની ટીમ ઇન્ડીયાનું એલાન કરી દેવામાં આવ્યું છે. ટીમ ઇન્ડીયાએ નિયમિત સુકાની વિરાટ કોહલીને આરામ આપ્યો છે અને તેની જગ્યાએ રોહિત શર્માની સુકાની પદ સોંપવામાં આવ્યું છે.

જ્યારે શિખર ધવન ટીમનો ઉપ-કપ્તાન રહેશે. ભારતીય ટીમમાં એશિયા કપ માટે યુવા ખેલાડી ખલીલ અહમદનો સમાવેશ કરાયો છે. જ્યારે અંબાતી રાયડુ અને કેદાર જાદવની ટીમમાં વાપસી થઇ છે. જ્યારે મનીષ પાંડે અને અક્ષર પટેલ ટીમમાં જગ્યા બનાવવામાં કામયાબ થયા છે.

જ્યારે પસંદગીકારોએ એશિયા કપ માટે મજબૂત બેટિંગ લાઇનઅપ પસંદ કરી છે. જેમાં રોહિત શર્મા, શિખર ધવનની સાથે કેએલ રાહુલ છે. જ્યારે મિડલ ઓર્ડરમાં અંબાતી રાયડુ, મનીષ પાંડે, કેદાર જાધવ, એમએસ ધોની અને દિનેશ કાર્તિક હશે. જ્યારે ટીમમાં ઓલરાઉન્ડર તરીકે હાર્દિક પંડયાનો સમાવેશ કરવામાં આવ્યો છે.

જ્યારે ટીમનું ફાસ્ટ બોલિંગ આક્રમણ ભુવનેશ્વર કુમાર, જસપ્રીત બુમરાહ, શાર્દુલ ઠાકુર તેમજ ખલીલ અહમદ પટેલ સંભાળશે. એશિયા કપનો પ્રારંભ 15 સપ્ટેમ્બરથી થશે.

એશિયા કપમાં ટીમ ઇન્ડિયા સહિત શ્રીલંકા, પાકિસ્તાન, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન તેમજ એક ક્વોલિફાયર ટીમ જોવા મળશે.ભારત-પાકિસ્તાન વચ્ચે 19 સપ્ટેમ્બરના રોજ મેચ રમાશે.

ભારતીય ટીમ : રોહિત શર્મા (સુકાની), શિખર ધવન (ઉપ-સુકાની), કેએલ રાહુલ, અંબાતી રાયડુ, મનીષ પાંડે, કેદાર જાધવ, એમએસ ધોની (વિકેટ કીપર), દિનેશ કાર્તિક, હાર્દિક પંડયા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, યજુવેન્દ્ર ચહલ, ભુવનેશ્વરકુમાર, જસપ્રીત બુમરાહ, શાર્દુલ ઠાકુર અને ખલીલ અહમદ

divyesh

Recent Posts

J&K: પુલવામા-શોપિયાંમાં સુરક્ષાબળો દ્વારા 10 ગામડાંઓની નાકાબંધી, ઘેર-ઘેર આતંકીઓની તપાસ

જમ્મુ-કશ્મીરઃ દક્ષિણ કશ્મીરમાં આતંકીઓ દ્વારા શુક્રવારનાં રોજ ત્રણ એસપીઓની હત્યા કરાયા બાદ સુરક્ષાબળોએ આતંકીઓની શોધખોળ કરવા માટે એક મોટું સર્ચ…

6 mins ago

આ યુવતીને જોઈને ભારતીય ચાહકોએ કહ્યુંઃ ભારત-પાક. વચ્ચે વધારે મેચ રમાડવી જોઈએ

દુબઈઃ ભારત-પાકિસ્તાન વચ્ચેની મેચ હંમેશાં હાઈ વોલ્ટેજ હોય છે. એશિયા કપ-૨૦૧૮માં ગત બુધવારે રમાયેલી ભારત-પાક.ની મેચ પણ ઘણી ચર્ચામાં રહી.…

20 mins ago

પાકિસ્તાન સામે ધમાલ મચાવવાની ઇચ્છાઃ સર જાડેજા

દુબઈઃ લગભગ એક વર્ષ કરતાં વધુ સમય બાદ ટીમ ઇન્ડિયામાં સામેલ થઈને ગઈ કાલે બાંગ્લાદેશ સામે ધમાકેદાર પ્રદર્શન કરીને મેન…

26 mins ago

મ્યુનિસિપલ કોર્પોરેશનનાં 20 ક્વાર્ટર્સના રિ-ડેવલપમેન્ટની કવાયત શરૂ

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા વર્ષોજૂના મ્યુનિસિપલ ક્વાર્ટર્સના રિડેવલપમેન્ટ માટેનાં ચક્રો ગતિમાન કરાયાં છે. આ રિડેવલપમેન્ટ હેઠળ લાભાર્થીને ૪૦ ટકા…

55 mins ago

કર્ણાવતી ક્લબમાં મહિલાની છેડતીનો વિવાદઃ તપાસ કરવા સંચાલકોની ખાતરી

અમદાવાદ: તાજેતરમાં રાજપથ કલબમાં સ્વિમિંગ કોચ દ્વારા બાળકીઓને માર મારવાની ઘટનાનો વીડિયો વાઇરલ થયા બાદ તેના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે.…

1 hour ago

UPમાં મોહરમ પર અલગ અલગ દુર્ઘટનામાં ત્રણનાં મોતઃ 66 દાઝ્યા

મુરાદાબાદ: મોહરમ પર અલગ અલગ અકસ્માતમાં ત્રણનાં મોત થયાં છે અને તાજિયામાં આગ લાગવાના કારણે ૬૬ દાઝી ગયા હતા. જેમાં…

1 hour ago