VIDEO: મહેસાણામાં કોંગ્રેસ પક્ષની ત્રિદિવસીય ચિંતન શિબિરનો થયો પ્રારંભ

ગુજરાતઃ વિધાનસભાની ચૂંટણી હવે પૂર્ણ થઈ ગઇ છે અને રાજ્યમાં ભાજપની સરકાર ફરી એક વાર બની ગઇ છે. તો કોંગ્રેસનું પણ પ્રદર્શન સાથે સુધર્યું છે. ત્યારે મહેસાણા પાસે એક ખાનગી રિસોર્ટમાં કોંગ્રેસની 3 દિવસની ચિંતન શિબિર શરૂ થઈ છે.

આ શિબિરનાં પ્રથમ દિવસે 20 જિલ્લા, શહેરનાં પ્રતિનિધિઓ સાથે ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. પ્રદેશ પ્રમુખ અને પ્રદેશ પ્રભારીએ હોદ્દેદારોને સાંભળ્યા હતાં. કાર્યકરોએ આક્ષેપ લગાવ્યો હતો કે કેટલાંક હોદ્દેદારો ચૂંટણી દરમિયાન નિષ્ક્રીય રહ્યાં હતાં.

જેનાં કારણે પક્ષને નુકસાન થયું છે. આવા લોકો સામે કાર્યવાહી કરવામાં આવે તેવી કાર્યકરોએ માગ કરી છે. બીજી તરફ 23 ડિસેમ્બરે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અમદાવાદ આવી રહ્યાં છે.

શહેરનાં યુનિવર્સિટી કન્વેશન હોલ ખાતે રાહુલ ગાંધી કાર્યકરોને સંબોધશે. રાહુલ આગામી 2019ની લોકસભા ચૂંટણીમાં કામે લાગી જવા માટે કાર્યકરોને જરૂરિયાત પૂરતું માર્ગદર્શન પણ આપશે.

You might also like