RSS કાર્યકર્તાની હત્યા બાદ અરુણ જેટલી તિરુઅનંતપુરમ પહોંચ્યા

તિરુઅનંતપુરમ: કેરલમાં આરએસએસ કાર્યકર્તાની હત્યા બાદ રાજકીય તનાતનીના માહોલમાં આજે નાણામંત્રી અરુણ જેટલી તિરપઅનંતપુરમ પહોંચ્યા. જેટલીએ આરએસએસ કાર્યકર્તા રાજેશના પરિવાર સાથે મુલાકાત કરી, જેની 29 જુલાઇના રોજ હત્યા કરી દેવામાં આવી હતી. હત્યાનો આરોપ સીપીઆઆઇ એમ અને સીપીએમના કાર્યકર્તાઓ પર લગાવવામાં આવ્યો છે.

જેટલીએ રાજેશના પરિવારના લોકો સાથે મુલાકાત બાદ આવા હુમલાઓની ટીકા કરી અને કહ્યું કે આવી હરકત તો દેશના દુશ્મન પણ કરે નહીં. એમણે એવું પણ કહ્યું કે રાજેશના બલિદાનથી પાર્ટીનો દરેક કાર્યકર્તા પ્રેરણા લેશે. એમણે પાર્ટી કાર્યકર્તાઓને આ મુશ્કેલીના સમયમાં રાજેશના પરિજનોની સાથે ઊભા રહેવાની અપીલ કરી. જેટલી જયપ્રકાશ નામના એ કાર્યકર્તાના ઘર પણ જશે જે આઠ મહિના પહેલા સીપીએમ કાર્યકર્તાઓના હુમલામાં ગંભીર રૂપથી જખમ થયો હતો.

નોંધનીય છે કે જેટલીની મુલાકાત એવા સમયે થઇ રહી છે જ્યારે આજેજ આ મુદ્દા પર કેરલના મુખ્યમંત્રી પિનયારી વિજયનની સર્વદળીય બેઠક બોલાવી છે. આ પહેલા કુન્નૂરમાં રાજકીય હત્યાઓ લઇને કાલે જ સીપીઆઇએમ અને ભાજપ આરએસએસના નેતાઓની મુલાકાત થઇ હતી અને મુલાકાત બાદ બંને પક્ષોએ કહ્યું હતું કે એ આગળના દિવસોમાં પોતાની પાર્ટી કાડરને કહેશે કે કોઇ પણ પ્રકારની હિંસક ગતિવિધિઓમાં સમાવેશ થાય નહીં.

આ બધા વચ્ચે એ સીપીએમ કાર્યકર્તાઓના પરિજનો રાજભવનની સામે ધરણા કરી રહ્યા છે જો એમ જ રાજકીય હિંસાનો શિકાર થઇને માર્યા ગયા અથવા ઘાયલ થયા છે.

http://sambhaavnews.com/

You might also like