EPF પર નહી લાગે ટેક્સ : PMએ જેટલીને ફેરવિચારણા કરવા કરી અપીલ

નવી દિલ્હી : ઇપીએફ અંગે ટેક્સનાં પ્રસ્તાવનાં મુદ્દે આલોચના સહી રહેલા નાણા મંત્રી અરૂણ જેટલીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પુનર્વિચારની સલાહ આપી છે. સૂત્રોનાં અનુસાર વડાપ્રધાન મોદીએ દેશભરમાં ચાલી રહેલા વિરોધને જોતા નાણામંત્રી જેટલીએ પુનર્વિચાર કરવા માટે કહ્યું છે. માનવામાં આવી રહ્યું છે કે શુક્રવારે પીએમઓ અને નાણામંત્રાલય વચ્ચે થયેલી બેઠકમાં ઇપીએફ પર ટેક્સનાં મુદ્દે ચર્ચા થઇ હતી. માનવામાં આવી રહ્યું છે કે જેટલી સંસદનાં આ નિર્ણયને પાછો લઇ શકે છે.
29 ફેબ્રુઆરીનાં રોજ બજેટની જાહેરાત કરતા નાણામંત્રી અરૂણ જેટલીએ કહ્યું હતું કે 1 એપ્રીલ, 2016થી ઇપીએફ ખાતામાંથી પૈસા કાઢવામાં આવે તો પણ ટેક્સ લાગશે. નેશનલ પેન્શન સ્કિમ 138 હેઠળ સેવાનિવૃતનાં સમયનાં કુલ રકમની 40 % રકમ ઉપાડવામાં આવે તો ટેક્સમાં છુટ મળશે. બાકીનાં 60 % ટકા પર ટેક્સ લાગશે. ઇપીએફ સહિત બીજી માન્યતા પ્રાપ્ત પીએફ યોજનાઓ હેઠળ જમા રકમ કાઢવા અંગે પણ આ જ નિયમ લાગુ પડશે.
અત્યાર સુધઈ પેન્શન સ્કીમ અથવા તો પીએફ ખાતામાંથી નાણા ઉપાડવામાં કોઇ ટેક્સ ભરવો નહોતો પડતો પરંતુ 1 એપ્રીલ, 2016થી પીએફ ખાતાઓમાંથી નાણા ઉપાડવામાં આવે તો ટેક્સ વસુલવામાં આવશે. જો કે આ વિવાદિત નિર્ણય બાદ તેનાં ઘેરા પડઘા પડ્યા હતા. લોકો પીએફ એકાઉન્ટ જ ના ખોલાવે તેવી પરિસ્થિતીઓ સર્જાતા વડાપ્રધાન કાર્યાલય દ્વારા આ નિર્ણય અંગે ફેરવિચાર કરવા માટેની નાણા મંત્રાલયને અપીલ કરવામાં આવી હતી.

You might also like