OMG! હવે તૈયાર થઈ શકશે કૃત્રિમ લાકડુંઃ અસલ જેટલું જ હશે મજબૂત

બીજિંગ: દુનિયાભરમાં વૃક્ષો કપાવવાની ઘટનાના લીધે પર્યાવરણમાં ઘણા પ્રકારનાં અસંતુલન ઉદ્ભવ્યાં છે. એક બાજુ અડધી દુનિયા પાણી માટે તરસી રહી છે તો ઘણા દેશોમાં પૂર જેવી હાલત છે. આ રીતે કેટલાક દેશોમાં ગરમી રેકોર્ડ તોડી રહી છે તો અન્ય દેશોમાં ઠંડીના લીધે લોકોના જીવ જઈ રહ્યા છે. આની પાછળ એક મોટું કારણ સતત થઈ રહેલો વૃક્ષોનો વિનાશ છે. હવે ચીનના વિજ્ઞાનીઓએ તેનો વિકલ્પ શોધી લીધો છે.

ચીનના વિજ્ઞાનીઓેએ મોટા પ્રમાણમાં જૈવ ઉત્પ્રેરિત કૃત્રિમ લાકડાં બનાવવાની રીત શોધી છે તે લાકડાં પ્રાકૃતિક લાકડામાં હળવાં, પરંતુ મજબૂતાઈમાં એકસમાન હશે. સાયન્સ એડ્વાન્સ નામની જર્નલમાં પ્રકાશિત અભ્યાસમાં સારું પ્રદર્શન કરનાર પોલિમર મટીરિયલની સાથે સૂક્ષ્મ સંરચનાવાળા સેલ્યુલર સમાન લાકડાં અંગે જણાવાયું છે.

ચીનના સાયન્સ એન્ડ ટેક્નોલોજી યુનિવર્સિટીના યુ શુહોંગના નેતૃત્વના એક સંશોધક ટીમે થર્મોક્યુરિંગ પ્રક્રિયા દ્વારા પરંપરાગત ફેનોલિક રોલ અને મેલામાઈડ રોલને કૃત્રિમ લાકડાં જેવી સામગ્રીમાં પરિવર્તિત કર્યાં છે. સંશોધકો દ્વારા આ નવા પ્રકારે કૃત્રિમ લાકડાં તૈયાર કરવામાં મદદ કરશે.

સૌથી પહેલાં તરલ થર્મોસેટ રેઝિન જમાવીને સેલ્યુલર આકૃતિ સાથે લીલી કાયા તૈયાર કરવામાં આવી. ત્યારબાદ કૃત્રિમ પોલિમર લાકડાં મેળવવા માટે થર્મઓકુરિંગ કરાયું. તેનાથી આકાર અને પહોળાઇને નિયંત્રિત કરવામાં મદદ મળી. સંશોધકોનો હેતુ તેને એ પ્રકારે તૈયાર કરવાનો હતો કે તેનો પ્રયોગ વિવિધ વસ્તુઓમાં કરી શકાય.

divyesh

Recent Posts

સોલા સિવિલમાં પ્રાઇવેટ એમ્બ્યુલન્સ ઊભી રાખવી હોય તો હપ્તો આપવો પડશે..!

અમદાવાદ: શહેરના એસ.જી.હાઇવે પર આવેલ સોલા સિ‌વિલ હોસ્પિટલમાં પ્રાઇવેટ એમ્બ્યુલન્સ મુકવી હોય તો હપ્તો આપવો તેમ કહીને ધમકી આપતા બે…

15 hours ago

વેપારીઓને ગુમાસ્તાધારાનું સર્ટિફિકેટ હવે મળશે ઓનલાઇન

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનની હદ વિસ્તારમાં આવેલી સંસ્થાઓ જેવી કે વેપારી પેઢીઓ, દુકાનો સહિતના વ્યવસાયદારો માટે સારા સમાચાર છે. તંત્રના ગુમાસ્તાધારા…

15 hours ago

કરોડોના કૌભાંડમાં દીપક ઝા ચીટર વિનય શાહનો ગુરુ?

અમદાવાદ: વર્લ્ડ કલેવરેક્સ સોલ્યુશન કંપની તથા આર્ચર કેર ડીજી એલએલપી કંપનીના માલીક વિનય શાહ અને તેની પત્ની ભાર્ગવી શાહ આચરેલા…

15 hours ago

મ્યુનિ. સ્કૂલબોર્ડની બલિહારીઃ સિનિયર કલાર્ક સહિતની 60 ટકા જગ્યા ખાલી

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શાળાઓમાં છેલ્લાં ચાર વર્ષમાં ૪૬ હજાર વિદ્યાર્થી ઘટ્યા છે, તેમ છતાં શાસકો શૈક્ષણિક પ્રવૃત્તિ પાછળ ધ્યાન…

15 hours ago

નોઈડામાં સ્કૂલ બસ ડિવાઈડર સાથે ટકરાતાં 16 બાળકો ઘાયલ

નવી દિલ્હી: દિલ્હીના સીમાડે આવેલ નોઈડામાં રજનીગંધા અંડર પાસ પાસે આજે સવારે શાળાના બાળકોને લઈને જતી એક બસ ડિવાઈડર સાથે…

15 hours ago

કોલેજિયન વિદ્યાર્થીનું તેની જ કારમાં અપહરણ કરી લૂંટી લીધો

અમદાવાદ: શહેરમાં ચોરી, લૂંટ, અપહરણ જેવી ઘટનાઓ અટકવાનું નામ જ નથી લઇ રહી ત્યારે મોડી રાતે એક વિદ્યાર્થીનું એસ.જી.હાઇવે પર…

15 hours ago