Categories: India

રાજેન્દ્ર કુમારની ધરપકડ સરકાર ઠપ્પ કરવાનું કાવતરું : સિસોદિયા

નવી દિલ્હી : દિલ્હીનાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનાં મુખ્ય સચિવ રાજેન્દ્ર કુમાર વિરુદ્ધ ભ્રષ્ટાચાર મુદ્દે કેન્દ્રીય તપાસ પંચ સીબીઆઇ દ્વારા સોમવારે કરવામાં આવી હતી. ધરપકડ બાદ ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયા દ્વારા કેન્દ્રનાં પગલાને કાયરતાપુર્ણ ગણાવ્યું હતું. સિસોદિયાએ જણાવ્યું કે આ દિલ્હી સરકારને ઠપ્પ કરવાનું એક કાવત્રું છે. સીબીઆઇએ કુમારની અકારણ ધરપકડ કરી છે.

સિસોદિયા અનુસાર આ મુખ્યમંત્રી કાર્યાલયને ઠપ્પ કરવાનો પ્રયાસ છે. તેમણે કહ્યું કે કુમારની ધરપકડ કરવાની સાથે જ સહાયક સચિવની બદલી અંદમાન નિકોબાર કરી દેવામા આવી. આ બધું જ એક દિવસમાં કરવામાં આવ્યું. ઉલ્લેખનીય છે કે, કેજરીવાલ હાલ પંજાબની મુલાકાતે છે. સિસોદીયાએ કહ્યું કે કેન્દ્ર સરકાર નિચલા સ્તરની રાજનીતી કરવા પર ઉતરી આવી છે. સંયુક્ત કેડરની બેઠક કોઇ પ્રકારનાંબિનકાયદેસર પદ્ધતીએ એક જ દિવસમાં દિલ્હીનાં 11 વરિષ્ઠ અધિકારીઓની બદલી કરી દેવામાં આવી છે.

સીબીઆઇએ કુમારની સાથે સાથે ચાર અન્ય અધિકારી અશોક કુમાર, તરૂણ શર્મા, દિનેશ ગુપ્તા અને સંદીપ કુમારની પણ ધરપકડ કરી છે. સીબીઆઇ અધિકારીઓએ જણાવ્યું કે તમામની વિરુદ્ધ ભ્રષ્ટાચારનાં પુરતા પુરાવા મળ્યા છે. સિસોદિયાએ કહ્યું કે દિલ્હી સરકારની તમામ શાળાઓમાં સીસીટીવી કેમેરા લગાવવાની મહત્વકાંક્ષી યોજનાનાં મુખ્ય અધિકારીની અંદમાન બદલી કરી દેવામાં આવી. સિસોદીયાએ કહ્યું કે કેન્દ્ર સરકાર દ્વેષ ભાવથી કામ કરી રહી છે. પંજાબમાં રવિવારે આમ આદમી પાર્ટીની રેલીને મળેલા જનસમર્થનથી ભારતીય જનતા પાર્ટી હતાશ છે. જેનાં કારણે કેન્દ્ર સરકારે આ પગલું ઉઠાવ્યું છે. કેન્દ્ર સરકાર દિલ્હીનાં અધિકારીઓની તાબડતોબ બદલીઓ કરવા લાગી છે જેનાં કારણે દિલ્હીની સરકારી યોજનાઓ ઠપ્પ થઇ જાય.

Navin Sharma

Recent Posts

સોલા સિવિલમાં પ્રાઇવેટ એમ્બ્યુલન્સ ઊભી રાખવી હોય તો હપ્તો આપવો પડશે..!

અમદાવાદ: શહેરના એસ.જી.હાઇવે પર આવેલ સોલા સિ‌વિલ હોસ્પિટલમાં પ્રાઇવેટ એમ્બ્યુલન્સ મુકવી હોય તો હપ્તો આપવો તેમ કહીને ધમકી આપતા બે…

2 hours ago

વેપારીઓને ગુમાસ્તાધારાનું સર્ટિફિકેટ હવે મળશે ઓનલાઇન

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનની હદ વિસ્તારમાં આવેલી સંસ્થાઓ જેવી કે વેપારી પેઢીઓ, દુકાનો સહિતના વ્યવસાયદારો માટે સારા સમાચાર છે. તંત્રના ગુમાસ્તાધારા…

2 hours ago

કરોડોના કૌભાંડમાં દીપક ઝા ચીટર વિનય શાહનો ગુરુ?

અમદાવાદ: વર્લ્ડ કલેવરેક્સ સોલ્યુશન કંપની તથા આર્ચર કેર ડીજી એલએલપી કંપનીના માલીક વિનય શાહ અને તેની પત્ની ભાર્ગવી શાહ આચરેલા…

2 hours ago

મ્યુનિ. સ્કૂલબોર્ડની બલિહારીઃ સિનિયર કલાર્ક સહિતની 60 ટકા જગ્યા ખાલી

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શાળાઓમાં છેલ્લાં ચાર વર્ષમાં ૪૬ હજાર વિદ્યાર્થી ઘટ્યા છે, તેમ છતાં શાસકો શૈક્ષણિક પ્રવૃત્તિ પાછળ ધ્યાન…

2 hours ago

નોઈડામાં સ્કૂલ બસ ડિવાઈડર સાથે ટકરાતાં 16 બાળકો ઘાયલ

નવી દિલ્હી: દિલ્હીના સીમાડે આવેલ નોઈડામાં રજનીગંધા અંડર પાસ પાસે આજે સવારે શાળાના બાળકોને લઈને જતી એક બસ ડિવાઈડર સાથે…

2 hours ago

કોલેજિયન વિદ્યાર્થીનું તેની જ કારમાં અપહરણ કરી લૂંટી લીધો

અમદાવાદ: શહેરમાં ચોરી, લૂંટ, અપહરણ જેવી ઘટનાઓ અટકવાનું નામ જ નથી લઇ રહી ત્યારે મોડી રાતે એક વિદ્યાર્થીનું એસ.જી.હાઇવે પર…

2 hours ago