VIDEO: યુપીનાં કાનપુરમાંથી 96 કરોડની જૂની ચલણી નોટો ઝડપાઈ

કાનપુરઃ વર્ષ 2016નાં નવેમ્બર મહિનાની 8 તારીખ સૌ કોઈને યાદ જ હશે. આ 8 તારીખે પીએમ મોદીએ ઐતિહાસિક નોટબંધીનું એલાન કર્યું હતું. ત્યાર બાદ 1000 અને 500ની ચલણી નોટો બંધ કરી હતી.

જો કે આ નોટબંધીને લગભગ સવા વર્ષ પૂર્ણ થયા બાદ પણ યુપીનાં કાનપુરનાં સીસામઉ વિસ્તારમાંથી રૂ.96 કરોડની જૂની ચલણી નોટો ઝડપાઈ છે.

NIA અને ઉત્તર પ્રદેશ પોલીસનાં જોઈન્ટ ઓપરેશનમાં કાનપુરમાંથી 96 કરોડની જૂની ચલણી નોટો ઝડપાઈ છે. આ મામલે પોલીસે 16 લોકોની ધરપકડ કરી છે. કાનપુર પોલીસને એક બંધ મકાનમાં મોટી માત્રામાં જૂની નોટો હોવાની બાતમી મળી હતી.

જેમાં નોટોને બદલવાની વાત કરનારાઓની ધરપકડ કરવામાં આવી છે. જો કે હાલ પોલીસે ઝડપેલા આરોપીઓનાં નામ આપવાનો ઈનકાર કર્યો છે. આ કેસમાં સરકારી અધિકારીઓ પણ શામેલ હોવાથી તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે.

You might also like