‘હું અર્જુન માટે કોઈનો પણ જીવ લઈ શકું છું’

પ‌રિણીતિ ચોપરા અને અર્જુન કપૂરે પોતાની બોલિવૂડ કરિયર લગભગ એકસાથે ‘ઇશકજાદે’ ફિલ્મથી કરી હતી. આ પહેલાં પ‌િરણી‌િત ફિલ્મ ‘લેડીઝ વર્સીસ રિકી બહલ’માં ડેબ્યૂ કરી ચૂકી હતી, જ્યારે અર્જુનની પહેલી ફિલ્મ ‘ઇશકજાદે’ હતી.

હવે છ વર્ષ બાદ બંને સ્ટાર ફરી સાથે આવ્યા છે અને તે પણ એક નહીં, બે-બે ફિલ્મ માટે. બંનેએ દિવાકર બેનરજીની ફિલ્મ ‘સંદીપ ઔર પિન્કી ફરાર’નું શૂટિંગ શરૂ કરી દીધું છે. આ ઉપરાંત તેઓ ‘નમસ્તે કેનેડા’ પણ સાઇન કરી ચૂક્યાં છે, જેનું શૂટિંગ પણ જલદી શરૂ થશે.

પોતાના ફેવરિટ કો-સ્ટાર અર્જુન સાથે જોડી બનાવવાને લઇ પ‌િરણીતિ ખૂબ જ ઉત્સાહી છે. તે કહે છે કે અર્જુન લકી છે કે તેણે મારી સાથે સતત બે ફિલ્મ કરી. તેની સાથે મારી રિલેશનશિપ એવી છે કે હું તેને કિક મારીને શટઅપ થવા માટે પણ કહી શકું છું. તે પણ મારી સાથે એમ કરી શકે છે.

અમારી વચ્ચે ખાસ દોસ્તી છે. પ‌િરણીતિના જણાવ્યા અનુસાર તેમની મિત્રતા નાજુક સમયની ઉપજ છે. તેણે કહ્યું કે અમે બંને જ્યારે મળ્યાં જ્યારે અમે અમારી કરિયરના નાજુક સમયમાંથી પસાર થઇ રહ્યાં હતાં. ‘ઇશકજાદે’ની રિલીઝ સમયે તેની માતા બીમાર હતી. ત્યાં સુધી અર્જુન સાથે મારી ખાસ ઓળખ ન હતી. હવે અર્જુન વિશે કોઇ કંઇ પણ ખોટું કહેશે તો સૌથી આગળ ઊભી રહીને તેના માટે લડીશ. તેના માટે હું કોઇનો જીવ પણ લઇ શકું છું, તેના વિશે કંઇ ખોટું નહીં સાંભળી શકું.

You might also like