શું તમે ખરીદવા જઇ રહ્યાં છો કાર તો અહીં મળી શકે છે ડિસ્કાઉન્ટ…

શું તમે નાની કાર ખરીદવા ઇચ્છો છો તો તમે ઓછામાં ઓછી કિંમત માટે થોડી રાહ જુઓ. જાણો કઇ નાની કાર પર વધારે ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે.

હ્વુંડાઇ આઇ10
હ્વુંડાઇની આ કારની સીધી ટક્કર મારૂતિ સુઝુકી સ્વિફ્ટ અને ફોર્ડ ફિગો સાથે કરવામાં આવે છે. આ સ્ટાઇલિશ હેચબેકમાં ઘણા ફિચર્સ છે અને તેની કેબિનની સાઇઝ ઘણી ડિસેન્ટ છે. પેટ્રોલ અને ડિઝલ એન્જીન સાથે મળતી આ કાર પર ભારે ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. ઘણી જગ્યાએ 1.2 લીટર એન્જીન મોડલ પર તમને 95 હજાર રૂપિયા સુધીની બચત મળી શકે છે.

મારૂતિ સૂઝૂકી ઇગ્નિસ ડીઝલ
એકદમ યૂનિક લુકવાળી મારૂતિની આ કાર પર ભારે છૂટ મળી રહી છે. 1.3 લીટર ડીઝલ એન્જીન અને સ્પેશિયસ કેબિનવાળી આ કારની ખરીદી પર 75,000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ ઓફર કરવામાં આવી રહી છે.

હોન્ડા જેજ
હોન્ડાની આ હેચબેકની ટક્કર મારૂતિ બલેનો અને હ્યુંડાઇ આઇ20 સાથે થાય છે. આમાં 1.2 લીટર પેટ્રોલ અને 1.5 લીટર ડીઝલ એન્જીનનો ઓપ્શન છે. 70,000 રૂપિયા સુધીની ડિસ્કાઉન્ટ ઓફર્સ આ કાર પર મળી રહી છે.

2017 રેનો ક્વિડ
હ્લુંડાઇ ઇઓન અને મારૂતિ અલ્ટોને સીધી ટક્કર માટે રેનોની આ ગાડી ઘણી સારી છે. એસયૂવી લુકસ અને ટચસ્કીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમવાળી આ કાર પર ઘણા ફાયદા અને ડિસ્કાઉન્ટની ઓફર આપવામાં આવી રહી છે. આ કાર તમને 35,000 સુધીની બચત થઇ શકે છે.

You might also like