VIDEO: અરવલ્લીમાંથી ચપ્પલનાં બોક્સમાંથી ઝડપાયો રૂ.4 લાખનો દારૂ

અરવલ્લીઃ જિલ્લામાંથી દારૂની હેરાફેરીમાં એક નવો જ કીમિયો હવે સામે આવ્યો છે. શામળાજીનાં અણસોલ નજીકથી ચપ્પલનાં બોક્સની આડમાં લવાતો દારૂ ઝડપાયો છે. પોલીસે ચપ્પલનાં બોક્સમાંથી રૂ.4 લાખનો દારૂ ઝડપી પાડ્યો છે.

આ સાથે જ દારૂ લઇને આવતાં હરિયાણાનાં બે શખ્સોની અટકાયત પણ કરવામાં આવી છે અને ટ્રક દારૂ સહિત કુલ 14.81 લાખનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે અગાઉ કેટલાંક સમય પહેલાં Govt Of Gujarat લખેલ ગાડીમાંથી દારૂ ઝડપાયો હતો. અધધધ લગભગ 4 લાખ 44 હજારનો વિદેશી દારૂ પોલીસે ઝડપ્યો હતો. થરાદનાં ચાંગડા ગામ પાસેથી પોલીસે ગુજરાત સરકાર લખેલી ગાડીનો પીછો કર્યો હતો. જો કે બાદમાં આ મામલે ગુનો નોંધીને થરાદ પોલીસે ડ્રાઈવરની અટકાયત કરી છે અને વધુ તપાસ પણ આરંભી છે.

You might also like