vodafone launches new plan - Sambhaav News
Wed, Dec 13, 2017
mobile apps
Sambhaav Audio News

Vodafone એ કર્યો ફરી ધમાકો, હવે તમને મળશે આ ઓફર...

vodafone-01

ભારતની બીજી મોટી ટેલિકોમ કંપની વોડાફોને ગુપ્ત રીતે એક આકર્ષક ટેરિફ પ્લાન લોન્ચ કર્યો છે. આ પ્લાનથી ગ્રાહકોને થશે ચોક્કસથી ફાયદો. વોડાફોનના આ નવા પ્લાન મુજબ 153 રૂપિયામાં 28 દિવસ સુધી 1 જીબી 3જી-4જી ડેટા દરરોજ મળશે. હાલમાં જ એરટેલે પણ 198 રૂપિયાનો પ્લાન લોન્ચ કર્યો છે જેમાં 28 દિવસ સુધી પ્રતિદિવસ 1જીબી ડેટા આપવામાં આવશે.

આ અગાઉ આઇડીયાએ પણ 197 રૂપિયા વાળો પ્લાન લોન્ચ કર્યો હતો. જેમાં ગ્રાહકોને 197 રૂપિયામાં 28 દિવસ સુધી 1 જીબી ડેટા પ્રતિદિવસ આપવામાં આવે છે. આમ હાલમાં ટેલિકોમ ક્ષેત્રે ચાલી રહેલી તીવ્ર હરીફાઇમાં ગ્રાહકોને બધી કંપનીઓ તરફથી લાભ મળી રહ્યા છે.

આ સાથે વોડાફોન કંપનીએ નવી કેશબેક ઓફર લોન્ચ કરી છે. જેના માટે તેમણે માઇક્રોમેક્સ કંપની સાથે જોડાણ કરેલ છે. આ માટે માઇક્રોમેક્સનો સસ્તો 4જી સ્માર્ટફોનની ખરીદી પર ગ્રાહકોને 2,200 રૂપિયા કેશબેક મળી શકે છે.

loading...
loading...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

loading...
loading...