Reliance Jio unveils 8 new plans - Sambhaav News
Thu, Jan 18, 2018
mobile apps
Sambhaav Audio News

JIO એ નવા વર્ષમાં ફરી કર્યો ધમાકો, નવા પ્લાન કર્યા રજૂ

JIO

રિલાયન્સ જીયોએ ફરી ધમાકો કરતાં ફરી પોતાના પ્લાનમાં બદલાવ કર્યા છે, તેની સાથે થોડા નવા પ્લાન પણ રજૂ કર્યા. જૂના પ્લાનમાં હવે 50 ટકા વધારે ડેટા વધારે આપવામાં આવી રહ્યો છે તેની સિવયા કંપનીએ ચાર નવા પ્લાન રજૂ કર્યા છે. આમ હવે જીયો કંપની દ્વારા ચાર પ્લાન પ્રતિદિવસ 1 જીબી અને જ્યાર ચાર પ્લાન પ્રતિદિવસ 1.5 જીબી ડેટાવાળા છે. જેને જિયો કંપનીએ ‘હેપી ન્યૂ યર’ પ્લાન નામ આપ્યું છે.

પહેલા જિયો પાસે 199, 399, 459 અને 499 રૂપિયાના પ્લાન હતા. હવે આ પ્લાનની કિંમતમાં 50 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. પરંતુ પ્લાન તરફથી કસ્ટમરને મળતો ફાયદો એજ રાખવામાં આવ્યો છે. હવે 149 રૂપિયાના પ્લાનમાં 28 દિવસ પ્રતિદિવસ 1જીબી ટેડા આપવામાં આવી રહ્યો છે. આ પ્લાનને ભારતીય ટેલીકોમના ઇતિહાસનો સૌથી સસ્તો પ્લાન કહેવામાં આવી રહ્યો છે.

હવે બીજા પ્લાન એટલે કે 349, 399 અને 449 રૂપિયાવાળા પ્લાનની વાત કરીએ તો આ બદા પ્લાનમાં પ્રતિદિવસ 1જીબી ડેટા આપવામાં આવી રહ્યો છે. આ બધા પ્લાનની વેલિડિટી અલગ-અલગ છે.

જો હવે પ્રતિદિવસ 1.5 જીબી ડેટાવાળા પ્લાનની વાત કરીએ તો તેમાં ચાર નવા પ્લાન 198, 398, 448, 498 રૂપિયાના છે. 198વાળા પ્લાનમાં 28 દિવસ, 398માં 70 દિવસ, 448 રૂપિયામાં 84 દિવસ અને 498 રૂપિયામાં 91 દિવસ રાખવામાં આવી છે.

loading...
loading...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

loading...
loading...