Jio Vs Vodafone Vs Airtel Vs Idea,Cheapest Unlimited Plan - Sambhaav News
Thu, Jan 18, 2018
mobile apps
Sambhaav Audio News

Jio ઇફેક્ટ: IDEA, Airtel બાદ Vodafone કર્યો ધમાકો

vodafone-01

હાલમાં જ જિયોએ પોતાના થોડા પ્લાનમાં ફેરફાર કર્યો હતો અને નવા પ્લાન રજૂ કર્યા હતા. ત્યારબાદ એરટેલ અને આઇડીયા કંપનીએ પણ તાત્કાલિક અસરથી પોતાના પ્લાનમાં બદલાવ કર્યો હતો. જ્યારે હવે વોડાફોન કંપનીએ પણ ગ્રાહકોના ફાયદા માટે પોતાના પ્લાનમાં ફેરફાર કર્યો છે.

ભારતની બીજી મોટી ટેલિકોમ કંપની વોડાફોને પોતાના 458 અને 509 રૂપિયાના પ્લાનમાં વેલિડિટીમાં ફેરફાર કર્યો છે. વોડાફોને 458 રૂપિયાના પ્લાનમાં હવે 84 દિવસની વેલિડેટી મળશે જ્યારે 509 રૂપિયાના પ્લાનમાં 91 દિવસની વેલિડેટી કરવામાં આવી છે.

આ નવા પ્લાન વોડાફોન તમામ 4જી સર્કલ મુંબઇ, ચેન્નાઇ,તામિલનાડુમાં લાગુ કરવામાં આવ્યા છે. પ્લાન્સમાં બદલાવ બાદ હવે કંપની 458 રૂપિયાના પ્લાનમાં પ્રતિદિવસ 1જીબી 3જી/4જી ડેટા, પ્રતિદિવસ 100 એસએમએસ, અનલિમિટેડ કોલ અને રોમિંગ કોલ 84 દિવસની વેલિડિટીની સાથે આપી રહી છે.

જીયો કંપનીના પ્લાનની વાત કરીએ તો જિયો પાસે 199, 399 અને 459 અને 499 રૂપિયાના પ્લાન હતા. જેમાં કંપનીએ 50 રૂપિયાનો ઘટાડો કરી દીધો છે, પરંતુ પ્લાનમાં કોઇ ફેરફાર કર્યો નથી.

loading...
loading...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

loading...
loading...