Apple એક વર્ષમાં લોન્ચ કરી શકે છે સેલ્ફ ડ્રાઈવિંગ કાર…

અત્યાર સુધી તમે એપ્પલના આઈફોન, આઈપેડ અને મેકબુક જ વાપરી રહ્યા છો પણ ટૂંકજ સમયમાં તમને એપ્પલની સેલ્ફ ડ્રાઈવિંગ કાર રોડ પર દોડતી જોવા મળી શકે છે. એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે એપ્પલની ડ્રાઈવરલેસ 55 કાર અમેરિકાના રસ્તાઓ પર દોડી રહી છે. આ આંકડો કેલિફોર્નિયા મોટર વ્હિકલ ડિપાર્ટમેન્ટ દ્વારા આપવામાં આવ્યો છે. રિપોર્ટ પ્રમાણે જાન્યુઆરી 2018માં એપ્પલ પાસે 27 કાર હતી જે હવે 55 થઈ ગઈ છે.

ઉલ્લેખનીય છે કે એપ્પલનો સેલ્ફ ડ્રાઈવિંગ કાર પ્રોજેક્ટ વર્ષ 2017માં ફક્ત 3 કરો સાથે શરૂ થયો હતો અને 1 વર્ષમાં આ આંકડો 55 પર પહોંચી ગયો છે. રિપોર્ટમાં એ પણ દોવા કરવામાં આવ્યો છે કે એપ્પલ પાસે કુલ 83 લાઈસેન્સધારી ડ્રાઈવર છે જે પોતાની કારને ટૂંક સમયમાં
રસ્તાઓ પર ઉાતારવાના છે. એપ્પલની આ દરેક ડ્રાઈવરલેસ કારને સુરક્ષા માટે એક ડ્રાઈવરની જરૂરિયાત હોય છે.

જો એપ્પલનો આ પ્રોજેક્ટ આવી રીતે જ ચાલતો રહ્યો તો 2019માં તમે એપ્પલની ડ્રાઈવરલેસ કારમાં સફર કરી શકશો. આ કાર માટે એપ્પલ હાઈટેક રડાર, સેંસર અને કેમેરાનો ઉપયોગ કરે છે. હકીકતમાં એપ્પલની ડ્રાઈવર લેસ કરાનો સીધો હરીફાઈ ઉબેર, ગૂગલ અને સેમસંગની અપકમિંગ કાર્સ સાથે થઈ શકે છે.

You might also like