APPLE 2019 માં લોન્ચ કરી શકે છે 3 કેમેરા સાથે iphone…..

હવે Apple પણ iphoneમાં ટ્રિપલ કેમેરા સેટઅપ આપવાની તૈયારી કરી રહ્યુ છે, થોડા સમય પહેલા Huawei એ p20 pro ને ત્રણ રિયર કેમેરા સાથે લોન્ચ કર્યો હતો. રિપોર્ટમાં કહેવામાં આવી રહ્યુ છે કે વર્ષ 2019માં Apple ત્રણ નવા iphone લોન્ચ કરશે. જેમાંથી એક iphone માં ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ મળશે. જો કે apple આ વર્ષે પણ ત્રણ નવા iphone લોન્ચ કરવાનું છે.

એક રિપોર્ટ પ્રમાણે iphoneના ટ્રિપલ કેમેરા સેટઅપમાં 6p લેન્સ ડિઝાઈન મળશે અને 5x ઝુમ મળશે. ત્રણ કેમેરામાંથી એક કેમેરો 12 મેગાપિક્સલનો હશે. 2018માં લોન્ચ થનાર ફોનમાં iphone x plus નું નામ છે. iphone x દુનિયાનો સૌથી વધારે વેચાણ વાળો ફોન બન્યો છે.

ઉલ્લેખનિય છે કે apple ના ઘણા iphone x યુઝર્સે ફેસ આઈડી ફીચરની ફરિયાદ કરી હતી. યુઝર્સે કહ્યું છે કે તેમના iphone x નું ફેસ આઈડી કામ કરતું નથી. ત્યારે મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવી રહ્યુ છે કે જો ફેસ આઈડીની સમસ્યા અપડેટથી દુર થતું નથી. તો કંપની પોતાના ગ્રાહકોને નવો iphone x આપશે.

macrumors ના રિપોર્ટ પ્રમાણે appleએ લિમિટેડ iphone x માટે પોલિસીમાં કેટલાક સુધારા કર્યા છે, નવી પોલિસી મુજબ iphone xના રિયર કેમેરામાં આવી રહેલા ફેસ આઈડી સમસ્યાને દુર કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. પરંતુ સફળ ન થવા પર નવો iphone x ગ્રાહકોને આપવામાં આવશે.

રિપોર્ટમાં કહેવામાં આવી રહ્યુ છે કે appleએ પોતાના કર્મચારીયોને કહ્યું છે કે નવા iphone x નું ટેસ્ટિંગ apple સર્વિસ ટૂલકિટ 2 વડે કરે કેમકે રિયર કેમેરાની રિપેરિંગ વડે ફેસ આઈડીની સમસ્યાને દૂર કરવામાં આવે.

You might also like