Apple પૂૂર પ્રભાવિત લોકોનાં ડિવાઇસ મફતમાં કરશે રિપેર

નવી દિલ્હી: એપલ પૂર પ્રભાવિત યુઝર્સના આઇફોન, આઇપેડ, આઇપોડસ, મેક કમ્પ્યૂટર, એપલ વોચીઝ અને એપલના ડિસ્પ્લેેનું ફ્રીમાં રિપેરિંગ કરશે. આ મહિનાની શરૂઆતમાં જાપાનમાં થયેલા મુશળધાર વરસાદથી જેઓ પ્રભાવિત થયા તેમને આ લાભ મળી શકશે.

એક મીડિયા રિપોર્ટમાં કહેવાયું હતું કે જો તેના ગેઝેટ વરસાદ અને પૂરના કારણે ખરાબ થઇ ગયા હોય તો તેઓ એપલની આ સેવાનો લાભ ઉઠાવી પોતાના ડિવાઇસ ફ્રીમાં રિપેર કરાવી શકે છે. દિગ્ગજ કંપની એપલે સપ્ટેમ્બરના અંત સુધી ફ્રી રિપેરિંગ સર્વિસ આપવાનો નિર્ણય લીધો છે.

ઉલ્લેખનીય છે કે આ ઓફર ફકત પર્સનલ યુઝર્સ માટે છે. કંપનીઓ કે એપલની પ્રોડકટ વેચનારા સ્ટોર્સ આનો લાભ લઇ શકશે નહીં.  રિપોર્ટમાં કહેવાયું છે કે પૂૂર પીડિત લોકો માટે કેન્દ્ર સરકાર દ્વારા સમર્થિત નગરપાલિકાઓ અને નિવાસીઓ માટે આ ઓફર છે.

જાપાન ભીષણ પૂરની ચપેટમાં આવી ગયું હતું અને કેટલાય લોકોએ જીવ ગુમાવ્યા હતા. પૂરનાં પાણીમાં રસ્તાઓ અને મકાનો વહી ગયાં તેમજ સ્કૂલો તબાહ થઇ ગઇ. કયોડો ન્યૂઝના જણાવ્યા મુજબ પશ્ચિમ જાપાનના લોકો મુશળધાર વરસાદનાં કારણે પૂર અને ભૂસ્ખલન સહિત વિવિધ આપદાઓનો સામનો કરી રહ્યા છે.

You might also like