iPhoneX અને Pixel 2 સહીતનાં આ સ્માર્ટફોન પર રૂ.9000 સુધીનું ડિસ્કાઉન્ટ

લોકપ્રિય સ્માર્ટફોન iPhoneX અને Google Pixel 2 સહીત બીજા મિડ રેંજ ડિવાઇસ ઉપર હવે ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. ઈ-કોમર્સ વેબસાઈટ ફ્લિપકાર્ડ પર મોબાઈલનો બોનાન્ઝા સેલ ચાલી રહ્યો છે અને આ વખતે ડિસ્કાઉન્ટની સાથે સાથે એક્સચેન્જ ઓફર પણ આપવામાં આવી રહી છે. આ સેલ ત્રણ દિવસનો છે અને તેમજ આ ઓફર 15 માર્ચ સુધી જ ચાલશે.

આ દરમ્યાન iPhoneXનું 64GB વેરિયંટને તમે 79,999 રૂ.માં ખરીદી શકો છો. ગૂગલનાં ફ્લેગશિપ સ્માર્ટફોન Pixel 2 અને Pixel 2 XLને ક્રમશઃ39,999 અને 44,999 રૂપિયામાં ખરીદી શકાય છે. સેમસંગનો ઉચ્ચતમ સ્માર્ટફોન GalaxyS7 અને એલજીનાં ઉચ્ચતમ ડિવાઇસ LG G6 ઉપર પણ ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે.

આ સેલમાં તમે જો એક્સિસ બેંક અથવા એસબીઆઇ ક્રેડિટ કાર્ડ સાથે ખરીદી કરો છો તો તમને 5% વધારે ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. સેમસંગનાં મિડીયમ રેન્જ સ્માર્ટફોન On Nxt ઉપર પણ ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે.

આ સિવાય ચીની સ્માર્ટફોન કંપનીઓ Oppo અને VIVO પણ પોતાનાં લેટેસ્ટ સ્માર્ટફોન પર ડિસ્કાઉન્ટ આપી રહી છે. Oppo F3નાં 4GB વેરિયંટને તમે સેલમાં 11,990 રૂપિયામાં ખરીદી શકો છો જયારે તેની કિંમત 16,990 રૂપિયા છે.

Oppo F3 Plusને આપ 17,990 રૂપિયામાં ખરીદી શકો છો જયારે તેની કિંમત 24,990 રૂપિયા છે. મોટારોલાનાં Z2 Playની ઓરીજીનલ કિંમત 27,999 રૂપિયા છે, જયારે તેને સેલમાં તમે 21,999માં ખરીદી શકો છો. Lenovo K8 Plus, Galaxy On5, Moto E4 Plus અને Moto C Plus જેવા મિડીયમ રેન્જનાં સ્માર્ટફોન ઉપર પણ ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે.

You might also like