Apple iphone se2 જાણો ક્યારે થઈ શકે છે લોન્ચ…..

Apple ના અપકમિંગ iphone se2ને લઈ એક વાર ફરીથી રિપોર્ટ સામે આવી છે, કહેવામાં આવી રહ્યુ છે કે iphone se2 આ વર્ષે સપ્ટેમ્બરમાં લોન્ચ થશે અને આ ફોનમાં iphone x જેવી ડિઝાઈન મળી શકે છે. જેનો દાવો જાપાની બ્લોગર macotakara એ આપ્યો છે.

ત્યારે આ પહેલા આવેલી રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે iphone se2 વર્ષ 2018 ના પહેલા ક્વાર્ટરમાં લોન્ચ થશે, ત્યારે અત્યાર સુધી appleએ નવા iphone વિશે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી. નવા રિપોર્ટના દાવાની વાત કરીએ તો ડિઝાઈનને હજુ સુધી ફાઈનલ કરવામાં નથી આવી.

આ પહેલા પણ એક રિપોર્ટ આવી હતી જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે iphone se2 માં 6 ઈંચની ડિસ્પ્લે હોઈ શકે છે. આ ઉપરાંત જાપાની બ્લોગરનુ માનિએ તો ફોનનું એક મોડલ 4 ઈંચનું પણ હશે. ફોનના અન્ય ફીચરની વાત કરીએ તો તેમાં ફેસ આઈડી ફીચર મળશે પણ આ વખતે ટચ આઈડી નહીં મળે.

પાછલા મહિને આવેલી એક રિપોર્ટની પ્રમાણે apple એક વાર ફરીથી આઈફોનમાં હેડફોન જેક આપવાની તૈયારી કરી રહ્યુ છે. apple એ વર્ષ 2016માં iphone se લોન્ચ કર્યો હતો, જ્યારે કંપની હવે se2 ને લોન્ચ કરવાની છે. iphone se2 નો એક વીડિયો પણ સામે આવ્યો છે જે મુજબ આ ફોનમાં 3.5mm નો હેડફોન જેક મળશે અને અને તેમાં ગ્લાસનું કવર આપવામાં આવ્યુ છે.

આ વીડિયોને slashleaks એ ટ્વીટ કર્યુ છે. રિપોર્ટ પ્રમાણે આ ફોનમાં વાયરલેસ ચાર્જિંગનો સપોર્ટ મળી શકે છે, apple એ iphone 7 સાથે હેડફોન જેકને બંધ કરી દિધુ હતુ, આ ફોનમાં 4 ઈંચની ડિસ્પ્લે સાથે appleનું લેટેસ્ટ A10 FUSION પ્રોસેસર આપવામાં આવી શકે છે. ફોનમાં 2GB રેમ સાથે 32 અને 128GB સુધીની સ્ટોરેજ મળી શકે છે.

You might also like