તમારું કોઇ પણ બેન્ક ટ્રાન્ઝેકશન આઇટી વિભાગને ઓનલાઇન દેખાશે

અમદાવાદ: રૂપિયા પ૦૦ અને ૧૦૦૦ની જૂની ચલણી નોટો રદ થવાને પગલે ગઇ કાલથી બેન્કના રોકડા રકમ ભરવા લોકોએ દોટ મૂકી છે પરંતુ વોટ્સઅપમાં ફરતા થયેલા અેક જ મેસેજથી લોકોમાં ગભરાટ ફેલાયો છે. વોટ્સઅપ એવો મેસેજ ફરતો થયો કે ઇન્કમટેક્સ વિભાગની www.incomtaxindia.gov.in પર ચેક કરવાથી કોઇપણ વ્યક્તિ બેન્ક ખાતામાં રોકડ રકમ જમા કરાવશે તે આઇટી રિલેટેડ મેસેજ ફરતો થવાથી કેટલાક ટેક્સ કન્સલ્ટન્ટ તેમજ જાણકારનો સંપર્ક કરી રહ્યા છે. જોકે આ વ્યવસ્થા આઇટી વિભાગે ઘણા સમયથી અમલી બનાવી છે આ અંગે ટેક્સ કન્સલ્ટન્ટ જતીનભાઇ શાહે જણાવ્યું હતું કે કોઇ પણ વ્યક્તિ જ્યારે કોઇ મોટી રકમનું ટ્રાન્ઝેકશન કરે ત્યારે આઇટી વિભાગની વિન્ડો પર મોટું ટ્રાન્ઝેકશન થવા સાથેની તમામ નાનાં મોટાં ટ્રાન્ઝેકશનની ડિટેઇલ ઓન સ્ક્રીન દેખાય છે. સેવિંગ એકાઉન્ટમાં તમામ ટ્રાન્ઝેકશન અન્વયે ૧૦ લાખથી ઉપર રકમ દેખાય કે તરત જ આઇટી વિભાગ જે તે ખાતાધારકને ઓનલાઇન ખુલાસો જરૂરી લાગે તો માગે છે જેનો જવાબ પણ ખાતા ધારકે ઓનલાઇન આપવાનો રહે છે.

આઇટીની વેબસાઇટ પર Account Cash Transcation વિન્ડોમાં ખાતાધારક પોતાનું નામ એકાઉન્ટ નંબર અને બેન્કનું નામ ક્લિક કરે તો તેને માત્ર મારું ટ્રાન્ઝેકશન થયાનો મેસેજ જોઇ શકાશે પરંતુ તમામ કેશ ટ્રાન્ઝેકશન ઓન લાઇન જોવા મળશે નહીં.

You might also like