વેલેન્ટાઈન ડે પર અનુષ્કાએ બધાને I Love You કહીને ડરાવી દીધા!

અનુષ્કા શર્માની ફિલ્મ ‘પરી’ આ વર્ષે હોળી પર રિલીઝ થશે. આ એક હૉરર ફિલ્મ છે, જેમાં અનુષ્કાએ ડેવિલનો રોલ ભજવ્યો છે. અનુષ્કાએ આજે વેલેન્ટાઈનના દિવસે આ ફિલ્મનું એક નવું ટીઝર રિલીઝ કર્યું છે, જે જોઈને તમારા રૂંવાડા ઊભા થઈ જશે.

અનુષ્કાએ પોતાના ટ્વિટર હેન્ડલ પર ફિલ્મનું નવું ટીઝર રિલીઝ કર્યું છે અને લખ્યું છે કે, ‘વિલ યૂ બી હર વેલેન્ટાઈન.’ આ ટીઝરમાં અનુષ્કા અને પરમબ્રત ચેટર્જી જોવા મળી રહ્યા છે. આ વીડિયોમાં અનુષ્કા ‘આઈ લવ યૂ’ કહેતી જોવા મળી રહી છે.

જો કે આઈ લવ યૂ કહ્યા બાદ જે થાય છે, તે જોવાલાયક હોય છે. આ વીડિયોમાં અનુષ્કા સાદા રોલમાં અને ભૂતના રોલમાં એમ બંને રીતે જોવા મળી રહી છે. જો કે આ ફિલ્મનું પહેલું ટીઝર નથી.

આ ફિલ્મમાં પત્રકાર રજત કપૂરે પણ રોલ કર્યો છે. આ ફિલ્મ 2 માર્ચે રિલીઝ થશે. આ ફિલ્મમાં અનુષ્કાએ પોતાના ભાઈ કરણેશ શર્મા સાથે સહ નિર્માતા તરીકે પણ કામ કર્યું છે. હાલમાં અનુષ્કા ફિલ્મ ઝીરોના શુટિંગમાં વ્યસ્ત છે. ફિલ્મમાં અનુષ્કાની સાથે શાહરૂખ ખાન અને કેટરીના પણ જોવા મળશે. આ ફિલ્મ 21 ડિસેમ્બરે રિલીઝ થશે.

You might also like