IPLમાં વ્યસ્ત વિરાટ કોહલી પત્ની અનુષ્કા સાથે જોવા મળ્યા આ સ્થળે

વિરાટ કોહલી આ વર્ષે બેંગલુરુમાં IPLની શેડ્યૂલને કારણે બીઝી છે. ઘણી વખત, અનુષ્કા પણ તેની ૂટીંગમાંથી સંય કાઢીને વિરાટને ચિયર કરતી સ્ટેડિયમમાં જોવા મળે છે. તાજેતરમાં, વિરાટ-અનુષ્કાએ એવેન્જર્સ ઈન્ફિવિટી વોર ફિલ્મ જોવા માટે સમય કાઢ્યો હતો. આ હોલીવુડ ફિલ્મનો ક્રેઝ દેશભરમાં જોવા મળી રહ્યો છે. આ બંને સ્ટાર્ઝે શહેરના એક પ્રખ્યાત સિનેમામાં પહોંચ્યા હતા.

વિરાટ-અનુષ્કાનો વિડિયો ઇન્ટરનેટ પર વાયરલ બની ગયો હતો ફિલ્મના સમય માટે અનુષ્કાએ કાળા અને સફેદ મેક્સી ડ્રેસ પહેરી હતી. તે જ સમયે, વિરાટ કૂલ દેખાવમાં જોવા મળ્યો હતો.

વિરાટ કોહલીને વારંવાર જાહેરમાં તેની લેડી લવ અનુષ્કા શર્મા માટે પ્રેમ દર્શાવતો હોય છે. અનુષ્કાના જન્મદિવસ પર, આ યુવાન ક્રિકેટરે તેની પત્નીને અભિનંદન આપ્યા હતા. વિરાટે ટ્વીટમાં એક ચિત્ર પણ પોસ્ટ કર્યું છે, જેમાં તે અનુષ્કાના જન્મદિવસની ઉજવણી કરી રહ્યો છે. વિરાટ એક ટ્વીટમાં લખ્યું છે, “માય લવ હેપી બર્થડે, સૌથી સકારાત્મક અને પ્રામાણિક વ્યક્તિ છે તુ અને બું તને પ્રેમ કરૂં છું.”

Happy B’day my love. The most positive and honest person I know. Love you ♥️

A post shared by Virat Kohli (@virat.kohli) on

રવિવારના રોજ, રોયલ ચેલેન્જર્સ બેંગલોર અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે બેંગલોરની ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં મેચ હતી. KKRએ RCBને 6 વિકેટથી હરાવી હતી. વિરાટ કોહલીએ RCB માટે 68 રન બનાવ્યા હતા. પતિ કોહલીને ટેકો આપવા માટે અનુષ્કા શર્મા સ્ટેડિયમમાં હાજર હતી.

 

ભલે કોહલીની ટીમ મેચ હારી ગઇ પણ જ્યારે કોહલીએ અર્ધ-સદી ફટકારી હતી, ત્યારે અનુષ્કાનું સુખ જોવા જેવું હતું. તેણે કોહલીને 50 રન પુરી કરવા પર ફ્લાઈંગ કિસ આપી હતી. તે પછી વિરાટે અનુષ્કાને તેનું બેટ બતાવ્યું હતું.

You might also like