Ebay પર લગાવાઇ ‘યૂઝલેસ પાકિસ્તાની પીએમ’ નવાઝ શરીફની બોલી

નવી દિલ્હી: હવે તમે ઓનલાઇન શોપિંગ પોર્ટલ ઇબે પર પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફને ખરીદી શકો છો, તે પણ ફક્ત 62 લાખ રૂપિયામાં. આવું અમે નહી, પરંતુ ખુદ ઇબેની વેબસાઇટ કહે છે.

શરીફને ગણાવ્યા યૂઝલેસ પીએમ
જો કે ઇબે પર નવાઝ શરીફની બોલી લગાવવામાં આવી છે અને તેમને યૂઝલેસ પીએમ એટલે કે બેકાર વડાપ્રધાન ગણાવવામાં આવી રહ્યાં છે. કેપ્શનમાં લખ્યું છે કે ‘પાકિસ્તાની પીએમ નવાઝ શરીફ ફોર સેલ.’ યૂઝરે જાહેરાતમાં લખ્યું છે, ‘ ઉપયોગ કરેલા પાકિસ્તાની પીએમ નવાજ શરીફ વેચાણ માટે તૈયાર છે. તેમની હવે કોઇ જરૂર નથી. બસ જરૂર છે તો ફક્ત થોડી ટીએલસીની. કોઇ બોક્સ કે ઇસ્ટ્રકશન નહી. તેને આજે જ સેન્ટ્રલ લંડથી ઉઠાવો, સેલ પૂરો થયા બાદ એડ્ર્રેસ બતાવવામાં આવશે. ખરીદનારે ટ્રાંસપોર્ટની વ્યવસ્થા જાતે જ કરવી પડશે.

જન્મથી ભ્રષ્ટ ગણાવ્યા, સાથે મફતમાં મળશે શાહબાઝ શરીફ
જાહેરાતમાં આગળ લખવામાં આવ્યું છે કે ‘આ પ્રોડક્ટની પૂરી રેંજ છે અને તેનો પરિવાર જેનેટિક રૂપે ખરાબ અને ભ્રષ્ટ છે. આ વર્કિંગ કંડીશનમાં નથી. એ પણ કામ કરે છે. આ જન્મથી જ ખોટો અને ભ્રષ્ટ છે. તેને ખરીદો અને નાના પેકમાં આના જેવી આઇટમ શાહબાઝ શરીફ (પંજાબ પ્રાંતના મુખ્યમંત્રી)ને મફત આપવામાં આવશે અને આ આઇટમ ડ્રામા કરવામાં અને દમદાર ભાષણ આપવામાં સારા છે પરંતુ કોઇનું પણ કામ નથી.

100 લોકો લગાવી ચૂક્યા છે બોલી
યૂજર્સે જાહેરાતમાં લખ્યું છે કે ‘આ પાકિસ્તાનથી વધુ ઇગ્લેંડ, અમેરિકા અને તુર્કીમાં જોવા મળે છે. બધો બિઝનેસ, સંપત્તિ અને પરિવાર લંડન છે પરંતુ હજુ પણ પાકિસ્તાનમાં પીએમ રહેવા ઇચ્છે છે.’ આ જાહેરાતને સાઇટ પર અપલોડ કરનાર યૂઝર્સની ઓળખ લખવામાં આવી નથી. ઇબેના આઇટમ નંબર 162037014813ની અત્યાર સુધીમાં 100 બોલી લાગી ચૂકી છે. તેની કિંમત 66,200 પાઉન્ડ (લગભગ 6231542 રૂપિયા) રાખવામાં આવી છે.

ટીકા સહન કરી રહ્યાં છે શરીફ
પનામા પેપર્સ લીકના મામલે નવાઝ શરીફની વિદેશોમાં સંપત્તિઓ હોવાની વાત સામે આવ્યા બાદ તેમને પોતાના જ દેશમાં ટીકાઓનો સામનો કરવો પડી રહ્યો છે. પાકિસ્તાની પીએમ હાલમાં મેડિકલ ચેકઅપ માટે લંડનમાં છે.

You might also like